HomeNationalસંસદના સત્ર પહેલા કૉંગ્રેસે બોલાવેલી બેઠકમાં TMC - AAP ગેરહાજર, સરકાર લાવશે...

સંસદના સત્ર પહેલા કૉંગ્રેસે બોલાવેલી બેઠકમાં TMC – AAP ગેરહાજર, સરકાર લાવશે 20 વિપક્ષી સાંસદોના સસ્પેન્શનનો પ્રસ્તાવ

નવી દિલ્હી, સોમવાર

   આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી દળોની બેઠકમાં એકતાનો અભાવ જોવા મળ્યો છે. કોંગ્રેસની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામેલ થયા ન હતા. સૂત્રો પ્રમાણે, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ લખીમપુર હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાની માગણી કરી હતી. પરંતુ સ્પીકર ઓમ બિરલાએ એમ કહેતા તેને નામંજૂર કરી છે કે આનાથી ખોટી પરંપરા શરૂ થશે.

   સૂત્રો મુજબ, મોનસૂન સત્રમાં હંગામો કરનારા 20 સાંસદોને સસ્પેન્ડ કરવાનો સરકાર પ્રસ્તાવ રજૂ કરે તેવી પણ શક્યતા છે. જે સાંસદોને સસ્પેન્ડ કરવા માટે સરકાર પ્રસ્તાવ મૂકશે, તેમાં કોંગ્રેસના સૈય્યદ નાસિર હુસૈન, રિપુન બોરા, પ્રતાપસિંહ બાજવા, ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, અખિલેશ પ્રસાદ સિંહ, દિપેન્દર હુડા અને રાજમની પટેલ છે. જ્યારે ટીએમસીના ડોલા સેન, શાંતા છેત્રી, મૌસમ નૂર, અબીર રંજન બિસ્વાસ અને અર્પતા ઘો,ના નામ સામેલ છે. તેની સાથે શિવસેનામાંથી પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ, ડાબેરી પક્ષોમાં અલમરમ કરીમ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ સામેલ છે.

   સંસદના શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાધીએ ટ્વિટ કર્યું છે કે આજે અન્નદાતાના નામનો સૂરજ ઉગાડવાનો છે. મહત્વપૂર્ણ છે કે લોકસભામાં ત્રણ વિવાદીત કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય આમ આદમી પાર્ટી એમએસપી, યુપી ટીઈટીની પક્ષીના પેપર લીકનો મુદ્દો ઉઠાવશે. આ સિવાય સંસદના સત્રમાં પેગાસસ, લખીનપુર ખીરી હિંસા સહીતના અન્ય મુદ્દાઓ પર સંગ્રામના આસાર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW