HomeGujaratઆણંદમાં જાગનાથ મહાદેવ ટ્રસ્ટની કરોડો રૂપિયાની મિલ્કતો હડપવાનું કાવતરું

આણંદમાં જાગનાથ મહાદેવ ટ્રસ્ટની કરોડો રૂપિયાની મિલ્કતો હડપવાનું કાવતરું

આણંદ, રવિવાર

  આણંદમાં અસંખ્ય ભક્તોના આસ્થા સમા જાગનાથ મહાદેવ ટ્રસ્ટની કરોડોની મિલકત હડપ કરવાનું કાવતરું બહાર આવતા આ કાવતરામાં સામેલ ટ્રસ્ટી રમણ પટેલ, સ્વ. મહંત રમેશપુરી, મહંત શુભમપુરી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 25 લાખની 25 વર્ષ જૂની ફિક્સ ડિપોઝીટને સગેવગે કરવાની લ્હાયમાં 8 માસ અગાઉ સદગત મહંત રમેશપુરીએ રૂ. 25 લાખની 25 વર્ષ જૂની એફડીની વારસાઈ કરી નાખી હતી.

   પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ખાતે આવેલા લાખો ભકતોના શ્રદ્ધા ની આસ્થા સમા જાગનાથ મહાદેવ ટ્રસ્ટની કરોડોની મિલકત હડપ કરવાનું કાવતરુ સામે આવતા સ્વર્ગસ્થ મહંત સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંદિરની ૨૫ લાખની 25 વર્ષ જૂની ફિક્સ ડિપોઝીટ ને સગે વગે કરી મંદિરની મિલ્કતોને સદગત મહંત રમેશપુરીએ મહંત શુભમપુરીના નામે કરવામાં સાથ આપનારા ટ્રસ્ટી રમણ પરસોત્તમભાઇ પટેલ વિરુધ્ધ પણ પોલીસ ફરીયાદ નોંધાવામાં આવી છે. થોડાક સમય પહેલા મંદિર રવિન્દ્ર પટેલની ધ્યાને આવ્યું હતું કે આણંદની યુકો બેન્ક માં જે મંદિર ટ્રસ્ટનું ખાતું ચાલુ છે તેમાંથી લાખ રૂપિયાનો ઉપાડ થયો હોવાનું જાણવા મળતા સમગ્ર કાવતરાંનો પર્દાફાશ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW