શુક્રવારે સાંજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઈરસના નાવ વેરિએન્ટને B.1.1.529 ગણાવ્યો અને તેને ઓમિક્રોન નામ આપ્યું છે. સૌથી પહેલા ગુરુવારે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ પોતાના દેશમાં નવો વેરિએન્ટ હોવાની પુષ્ટિ કરી હતી. જો કે અન્ય બે દેશો ઈઝરાયલ અને બેલ્જિયમમાં પણ નવો વેરિએન્ટ જોવા મળ્યો. તેના સિવાય બોત્સવાના અને હોંગકોંગે પણ પોતાને ત્યાં આ વેરિએન્ટ હોવાની પુષ્ટિ કરી છે.
વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે. આ નવો વેરિએન્ટ ખૂબ જ ખતરનાક હોવાની સંભાવના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાના આ નવા વેરિએન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. જે એક ગ્રીક શબ્દ છે. ડબ્લ્યૂએચઓએ આ નવા વેરિએન્ટને બેહદ ઝડપથી ફેલાનારા અને ચિંતાજનક ગણાવ્યો છે. કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ એટલો ખતરનાક છે કે તેનાથી બંને ડોઝ લઈ ચુકેલા વ્યક્તિને પણ કોરોનાગ્રસ્ત કરી શકે છે.
WHOએ આ નવા વેરિએન્ટને લઈને કહ્યું છે કે અત્યાર સુધી વેરિએટ લગભગ 100 જીનોમ અનુક્રમોની માહિતી મળી છે. નવા વેરિએન્ટથી ચેપગ્રસ્ત થયેલાઓએ રસીના બંને ડોઝ લીધા હતા. એટલું જ નહીં ઈઝરાયલમાં નવા વેરિઅન્ટથી ચેપગ્રસ્ત થયેલા એક વ્યક્તિને કોરોનાની રસીના બંને ડોઝ અને તેની સાથે ત્રીજો બૂસ્ટર ડોઝ પણ લગાવાયો હતો. અત્યાર સુધીના વૈજ્ઞાનિક વિશ્લેષણથી જાણકારી મળે છે કે નવો વેરિએટ ડેલ્ટા સહીત કોઈપણ અન્ય વેરિએન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય રહ્યો છે.
કોરોનાની મહામારી આવ્યા બાદથી જ તેના ઘણાં વેરિએન્ટ સામે આવ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ પર નજર રાખી રહ્યા છે. આ ક્રમમાં દક્ષિણ આફ્રિકામાં જીનોમિક્સના મોનિટરિંગ માટે બનાવવામાં આવેલી કમિટીએ સોમવારે એક નવા વેરિએન્ટની જાણકારી મેળવી અને તેને B.1.1.529 નામ આપવામાં આવ્યું હતું. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે, B.1.1.529માં ઘણાં સ્પાઈક પ્રોટીન મ્યુટેશન છે, અને આ અત્યાધિક સંક્રમક છે. B.1.1.529ના સામે આવ્યા બાદ દક્ષિણ આફ્રિકામાં ગત બે સપ્તાહોમાં કોરોનાના નવા મામલાઓની નોંધણીમાં ચાર ગણો વધારો નોંધાયો છે.