HomeGujarat"મધ દરિયે અકસ્માત"ઓખા નજીક અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ ટકરાયા

“મધ દરિયે અકસ્માત”ઓખા નજીક અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ ટકરાયા

ઓખા નજીક આવેલા અરબી સમુદ્રમાં 10 નોટીકલ માઈલ માં શુક્રવારે મધ્ય રાત્રીના બે વિદેશી જહાજ વચ્ચે ટક્કર થઇ હતી જેના કારણે દરિયામાં ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ હતી. જે અંગેની માહિતી ભારતની સુરક્ષા એજન્સીઓ સુધી પહોચતા ભારતીય સુરક્ષા એજન્સી ન ટીમ અકસ્માત સ્થળે પહોચી હતી અને ૪૩ જેટલા ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા.જેના કારણે મોટી જાનહાની ટાળી શકાઈ હતી.આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.

બીજી તરફ બન્ને જહાજમાંથી મોટા પાયે ઓઈલ લીક થવા લાગ્યું હતું જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટિ પર ખતરો સર્જાવવાની ભીતિને ધ્યાને લઇ આ અંગે ની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બન્ને જહાજ માંથી એકનું નામ હોંગકોંગ અને બીજાનું નામ માર્શલ આઈલેન્ડ છે હોંગકોંગ શીપમાં 21 જેટલા ભારતીય ક્રુમેમ્બર અને માર્શલ અઈલેન્ડમાં 22 ફિલીપાઈન્સ ક્રૂ મેમ્બર હોઅનવાનું સામે આવ્યું છે.ભારતીય એજન્સીઓની સતર્કતાના પગલે તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે કિનારા સુધી લાવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW