નવી દિલ્હી, શનિવાર
દેશમાં કોરોનાના ચેપના મામલામાં બે દિવસ બાદ ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.ગત 24 કલાકમાં કોરોનાના 8318 નવા કેસ નોંધાયા છે. તો 10967 દર્દીઓ રિકવર થયા છે અને 465ના મોત નીપજ્યા છે. મંત્રાલય પ્રમાણે, દેશમાં 1 લાખ 7 હજાર 19 એક્ટિવ કેસ છે. તો ત્રણ કરોડ 39 લાખ 88 હજાર 797 લોકો ઠીક થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. મંત્રાલય પ્રમાણે, ચાર લાખ 67 હજાર 933 લોકોના મોત નીપજ્યા છે. નવા મામલા નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 45 લાખ 63 હજાર 749 કેસ નોંધાયા છે.
રસીકરણની વાત કરીએ, તો અત્યાર સુધીમાં 1 અબજ 21 કરોડ 6 લાખ 58 હજાર 262 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાથી 73 લાખ 58 હજાર 17 ડોઝ શુક્રવારે આપવામાં આવ્યા છે. આઈસીએમઆર પ્રમાણે, અત્યાર સુધીમાં 63 કરોડ 82 લાખ 47 હજાર 889 સેમ્પલની ચકાસણી થઈ છે. તેમાથી 9 લાખ 68 હજાર 354 સેમ્પલની તપાસ શુક્રવારે કરાય છે. નવા કેસ મળ્યા બાદ કુલ એક્ટિવ કેસમાં 3 હજાર 114 કેસનો ઘટાડો થયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના 10549 નવા કેસ સામે આવ્યા અને 488ના મોત નીપજ્યા હતા. કોરોનાના મામલાની કુલ સંખ્યા 34,555, 431 થઈ ગઈ હતી અને સક્રિય કેસની સંખ્યા 110,133 હતી. કોરોનામાંથી રિકવર થનારાની સંખ્યા 9,868 થઈ હતી. તેના પછી કુલ 33,977,830 દર્દીઓ રિકવર થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. તો ગઈકાલે 83,88,824નું વેક્સિનેશન થયું.
શુક્રવારે મુંબઈમાં કોરોનાના ચેપના 230 નવા કેસ અને તેનાથી 3ના મોત નોંધાયા હતા. નગરનિગમના એક અધિકારી પ્રમાણે મુંબઈમાં કુલ કેસ વધીને 762185 થયા છે અને મૃતકોની સંખ્યા 16322 પર પહોંચી છે. એક દિવસપહેલા મુંબઈમાં સંક્રમણના 179 મામલા સામે આવ્યા હતા અને ચાર દર્દીઓના મોત નીપજ્યા હતા. મહાનગરમાં હાલ કોરોનાના 2343 દર્દીઓ સારવાર હેઠળ છે. તો કર્ણાટકના ધારવાડની એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ હોસ્પિટલમાં વધુ 116 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. આમ અહીં કુલ 182 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. સંસ્થામાં 66 તબીબી વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત હોવાનું સામે આવ્યા બાદ બે હોસ્ટેલોને ગુરુવારે સીલ કરવામાં આવી હતી.