Tuesday, November 12, 2024
HomeGujaratNorth Gujaratઆવકવેરા વિભાગનુ મેગા સર્ચ : અંદાજીત 200 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા...

આવકવેરા વિભાગનુ મેગા સર્ચ : અંદાજીત 200 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા !

Advertisement

 એસ્ટ્રેલ પાઇપ અને રત્નમણી મેટલ્સને ત્યાં આઇટીની કાર્યવાહીમાં ચાર કરોડની જ્વેલરી મળી છે. આ ઉપરાંત બસો કરોડના બિનહિસાબી વ્યવહારો પણ આઇટીને હાથે લાગ્યા છે. આવકવેરા વિભાગે એસ્ટ્રલ પાઇપના ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિ મેટલ્સના ચેરમેન પ્રકાર સંઘવીના ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ કરી હતી.

   બીજી બાજુ મોનાર્ક શેર બ્રોકિંગ એજન્સીના ત્યાંથી પણ આયકર વિભાગને ઘણા આઈ.પી.ઓ અને તેની ભૂમિકા બીટકોઈનમાં જોવા મળી છે. આ તપાસમાં હજુ પણ વધુ કાળુ નાણુ અને અન્ય મોટા માથાઓની સંડોવણીની શક્યતા જોવાઇ રહી છે.શહેરમાં એસ્ટ્રલની કોર્પોરેટ ઓફીસ અને નારણપુરા અને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી રત્નમણી મેટલ્સની ઓફીસ પર વહેલી સવારથી જ ITવિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાંઅમદાવાદ, મુંબઈ, દિલ્હીમાં મળી 40 લોકેશન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 50 થી વધુ અધિકારીઓ અને 100 થી વધુ કર્મચારીઓ સામેલ થયા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,162FollowersFollow
2,390SubscribersSubscribe

TRENDING NOW