એક તરફ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેને લઇ તંત્ર તૈયારીમાં વ્યસ્ત છે જયારે બીજી તરફ એક જિલ્લામાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમય ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા તેમની બદલીના આદેશ છૂટ્યો છે આ બદલીમાં એક સાથે 518 પોલીસ ઈન્સ્પેક્ટર ની બદલી કરાઈ છે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 9 પોલીસ ઇન્સ્પેકટરને અન્ય જિલ્લામાં મુકવામાં આવ્યા છે જેની સામે 5 નવા પોલીસ ઇન્સ્પેકટર મુકાયા છે
મોરબી જિલ્લાની વાત કરીએ તો ,મોરબી એસઓજીમાં ફરજ બજાવતા પી આઈ એન આર મકવાણાને અમદાવાદ,એલસીબીમાં ફરજ બજાવતા એમપી પંડ્યાને વડોદરા રેલ્વે, કે જે માથુકીયાને સાબરકાંઠા, મહિલા પોલીસ મથકના પી આઈ પી એચ લખધીરકાને બનાસ કાંઠા પી ડી સોલંકીને સાયબર સેન્ટર એકસેલન્સ, મોરબી સાયબર પોલીસ મથકના પી આઈ એન એ વસાવાને ભરૂચ,વાંકાનેર સીટી પી આઈ એચ એ જાડેજાને ગાંધીધામ કચ્છ, કે એમ છાસિયાને સુરત જયારે વી પી ગોલને અમરેલી જિલ્લામાં મુકવામાં આવ્યા છે
મોરબી જિલ્લામાં બદલી પામીને આવેલા પોલીસ ઇન્સ્પેકટરમાં કરાઈ પોલીસ મથકથી જે ડી ઝાલા, મહેસાણા જિલ્લામાંથી એન એસ ઘેટિયા, આણંદ જિલ્લામાંથી વી એસ સિંધવ ઈન્ટેલીજન્સ બ્યુરો માંથી એસ પી જાડેજા તેમજ રાજકોટ સીટી માંથી જે એસ ગામીતનો સમાવેશ થાય છે.
ગૃહ વિભાગમાંથી થયેલી બદલીઓને પગલે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આ નવા અધિકારીઓ માટે કેવો પડકાર બને છે તે પણ જોવા નું રહ્યું

