HomeGujaratમોરબીવાસીઓ નોંધ લેજો: શનિવારે મોરબીના અડધાથી વધુ વિસ્તારોમાં સવારથી બપોર સુધી વીજ...

મોરબીવાસીઓ નોંધ લેજો: શનિવારે મોરબીના અડધાથી વધુ વિસ્તારોમાં સવારથી બપોર સુધી વીજ પુરવઠો બંધ રહેશે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળના વિસ્તારોના વીજ ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી તા. 09/05/2026ને શનિવારના રોજ 66 કે.વી. મોરબી-A સબ સ્ટેશન ખાતે જરૂરી વાર્ષિક મેઇન્ટનન્સ અને લાઇન સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના લીધે મોરબી શહેરના અનેક રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

વીજ તંત્રના જણાવ્યા અનુસાર, નીચે દર્શાવેલા કુલ 10 મુખ્ય ફીડરો હેઠળ આવતા વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન પાવર કટ રહેશે:

આ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:

1. ભડિયાદ ફીડર: શો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર તથા આસપાસના તમામ વિસ્તારો.

2. સીટી ફીડર: મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધીરવાસ, પોલીસ લાઇન, નેહરુ ગેટ થી ગ્રીન ચોક સુધીનો મુખ્ય વિસ્તાર તથા આસપાસના વિસ્તારો.

3. દરબારગઢ ફીડર: મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ અને આસપાસના વિસ્તારો.

4. વેજીટેબલ ફીડર: ભીમસર, ઉમા ટાઉનશિપ, આદર્શ સોસાયટી, શિવપાર્ક, લાભ નગર-૧ અને ૨ વિગેરે વિસ્તારો.

5. ગોપાલ ફીડર: રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ સોસાયટી, વર્ધમાન નગર, વિદ્યુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર તથા આસપાસના વિસ્તારો.

6. એમ હોસ્પિટલ ફીડર: લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશા પાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણ સોસાયટી.

7. વિશાલદીપ ફીડર: જિલ્લા સેવા સદન (સરકારી કચેરીઓ), પાર્શ્વનાથ કોમ્પ્લેક્સ ૧ થી ૫, શક્તિ ચેમ્બર, સિરામિક સિટી અને આજુબાજુના વિસ્તારો.

8. ત્રાજપર ફીડર: તાલુકા પોલીસ લાઇન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી વિગેરે વિસ્તારો.

9. પરશુરામ ફીડર: શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત કચેરી અને આસપાસના વિસ્તારો.

10. રેલવે ફીડર: શક્તિ કોમ્પ્લેક્સ, એલ. ઈ. કોલેજ ક્વાર્ટર્સ અને હોસ્ટેલ, ફ્લોર અક્ષર સિટી, ડી-માર્ટ તેમજ સ્વામિનારાયણ મંદિર વિસ્તાર.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW