મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથક વિસ્તાર તેમજ જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ મથકમાં અલગ અલગ સમયે કુલ 5 બાઈક ચોરીની ફરિયાદ નોધાઇ હતી .જેની તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી હતી. તે દરમિયાન ટંકારા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે બંગાવડી પાસે એક શખ્સ ચોરીની ઘટનાનું શંકાસ્પદ બાઈક લીને ફરતો હોય
ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારેવોચ ગોઠવી બંગાવડી ગામના પાટિયા પાસેથી મળી આવ્યો હતો.જેની તપાસ કરતા બાઈક ટંકારા પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ બાઈક ચાલક કલ્પેશ નંગરસિંહ વસ્કેલાને ઝડપી લઇ તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી જેમાં તેના અન્ય ચાર સ્થળ પરથી બાઈક ચોરી કરી મેઘપર ઝાલા ગામના વોકળા પાસે સંતાડ્યા હોવાની તેમજ તેની સાથે અન્ય 4 શખ્સના નાંમ પણ આપ્યા હતા પોલીસે બાઈક જપ્ત કરતા એમપી 69 એમઈ 3474,જીજે 3એજે 2597,જીજે ૩ બીએન 5327,જીજે3 ડીકે 8921,જીજે03 ઈ.એન.7340 મોરબીના ટંકારા અને જામનગર જિલ્લામાંથી ચોરી કર્યાનું સામે આવ્યું હતું
પોલીસે કલ્પેશ વસ્કેલાની બાતમીના આધારે અન્ય 4 આરોપી સોનું શ્યામલ મૈડા,રૂમાલ ભુરસિંહ પરમાર થાનેશ મૈથુભાઈ મૈડાને ઝડપી લીધા હતા. જ્યારે રાજુ નગરસિંહ વસ્કેલાની શોધખોળ હાથ ધરી હતી બનાવ અંગે ટંકારા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.