નવી દિલ્હી, ગુરુવાર
દેશમાં પહેલીવાર પુરુષોની તુલનામાં મહિલાઓની વસ્તીમાં વધારો થયો છે. હવે પ્રતિ 1000 પુરુષો પર મહિલાઓની સંખ્યા 1020 થઈ છે. આઝાદી બાદ આ પહેલીવાર છે કે જ્યારે પુરુષો કરતા મહિલાઓની વસ્તી 1000ને પાર કરી ચુકી છે. આ આંકડો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં સામે આવ્યો છે. આના પહેલા 2015-16માં થેયલા એનએફએચએસ-4માં આ આંકડો પ્રતિ 1000 પુરુષો પર 991 મહિલાનો હતો. એટલું જ નહીં, જન્મ સમયે પણ સેક્સ રેશિયોમાં સુધારો થયો છે. 2015-16માં આ પ્રતિ 1000 બાળકો પર 919 બાળકીઓનો હતો. પૃરંતુ 2019-21માં સુધરીને તે પ્રતિ 1000 બાળકો પર 929 બાળકીઓનો થયો છે.
NFHS-5ના આંકડાઓમાં એ પણ નીકળીને સામે આવ્યું છે કે સેક્સ રેશિયોમાં સુધારો શહેરોની સરખામણીએ ગામડાંમાં વધારે થયો છે. ગામડાંમાં દર 1000 પુરુષો પર 1037 મહિલાઓ છે. જ્યારે શહેરોમાં 985 મહિલાઓ છે. એનએફએચએસ-4માં પણ આ વાત નીકળીને સામે આવી હતી. આ સર્વેના હિસાબથી ગામડાંમાં પ્રતિ 1000 પુરુષો પર 1009 મહિલાઓ હતી અને શહેરોમાં આ આંકડો 956નો હતો. દેશના 23 એવા રાજ્યો છે કે જ્યાં પ્રતિ 1000 પુરુષો પર મહિલાઓની વસ્તી 1000થી વધારે છે. યુપીમાં પ્રતિ હજાર પુરુષો પર 1017, બિહારમાં 1090, દિલ્હીમાં 913, મધ્યપ્રદેશમાં 970, રાજસ્થાનમાં 1009, છત્તીસગઢમાં 1015, મહારાષ્ટ્રમાં 966, પંજાબમાં 938, હરિયાણામાં 926, ઝારખંડમાં 1050 મહિલાઓ છે. ભારતમાં 1901માં સેક્સ રેશિયો પ્રતિ હજાર પુરુષો પર 972 મહિલાઓનો હતો. પરંતુ આઝાદી બાદ આ સંખ્યા ઘટડી ગઈ હતી. 1951માં આ આંકડો ઘટીને હજાર પુરુષો પર 946 મહિલાઓનો થયો હતો. 1971માં તે વધુ ઘટીને 930 થયો. 2011ની વસ્તીગણતરી મુજબ, આંકડો થોડા સુધારા સાથે પ્રતિ હજાર પુરુષો પર મહિલાઓની વસ્તી 940 પર પહોંચી હતી. NFHS-5ના સર્વે પ્રમાણે, દેશમાં ફર્ટિલિટી રેટમાં પણ ઘટાડો થયો છે. પ્રજનન દર વસ્તીની વૃદ્ધિના દરને દર્શાવે છે. સર્વે પ્રમાણે, દેશમાં પ્રજનન દર 2 પર આવી ગયો છે. 2015-16માં તે 2.2 હતો.