જામનગર શહેર આજે પ્રચંડ ભેડી ધડકા સાથે ધણી ધણી ઉઠ્યું હતું. આ ધડાકાઓ એટલાબધા પ્રચંડ હતા કે ઘરના બારી, દરવાજાઓ ખખડવા લાગ્યાં હતાં. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયાં હતાં.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જામનગરમાં સવારે શ્રેણીબદ્ધ ભેદી ધડાકા સંભળાયા હતાં. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ધડાકાની તીવ્રતા એવી હતી કે ધરતી ધ્રૂજવા લાગી હતી. તેમજ રહેણાંક મકાનના બારી-બારણા કાચ વગેરે ખખડવા લાગ્યાં હતા. જેને લઈ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ પ્રચંડ ધડાકા અંગે જિલ્લા વહીવટી તંત્રને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, એરફોર્સ વિભાગની ફાયરિંગની પ્રેક્ટિસ ચાલી રહી છે. એરફોર્સ દ્વારા આજે સવારથી કવાયત શરૂ કરવામાં આવી છે. આ જાહેરાત કરવામાં આવતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.