HomeGujaratહળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતનું મનદુઃખ રાખી ખેડૂત પર ધારીયાથી હુમલો,...

હળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતનું મનદુઃખ રાખી ખેડૂત પર ધારીયાથી હુમલો, બે સામે ફરિયાદ

હળવદના જુના વેગડવાવ ગામના રહેવાસી અને ખેતીકામ સાથે સંકળાયેલા કલ્પેશભાઈ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડિયા (ઉંમર 31 વર્ષ)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, અગાઉ તેમણે આરોપી ભરતભાઈ ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલાના કુટુંબી ભાઈઓને જામીન અપાવ્યા હતા, જે બાબતનું મનદુઃખ રાખીને ભરતભાઈએ હુમલો કર્યો હતો. ફરિયાદી પોતાની વાડી નજીકના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ભરતભાઈ હાથમાં ધારીયું લઈને આવ્યા હતા અને તેમની પીઠના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જમણા હાથની આંગળી પર બટકું ભરીને પણ ઇજા કરી હોવાનું જણાવાયું છે. આ ઘટનામાં હંસાબેન ભરતભાઈ સુરેલાએ પણ ફરિયાદીને ઢીંકાપાટુનો માર માર્યો હતો. બંને આરોપીઓએ અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW