ગૌતમ અડાણી ગ્રુપ માર્કેટ કેપના કારણે ભારત અને એશીયાના સૌથી અમીર વ્યક્તિ બન્યાં છે. અડાણી ગ્રુપના શેરોમાં ઝડપી રીકવરી જોવા મળી રહી છે. જ્યારે રિલાયન્સના શેર કંપનીની સઉદી અરામકોની સાથે ડીલ રદ્દ થયા બાદથી દબાણમાં છે. જાણકારોના પ્રમાણે રિલાયન્સ નિશ્ચિતપણે મજબુત કંપની છે. પરંતુ અડાણી ગ્રુપના માર્કેટ કેપમાં વધારાનું મુખ્ય કારણ તેના દ્વારા વિકસીત કરવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સ છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
બજારના જાણકારોના પ્રમાણે રોકાણકારો અડાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં પૈસા લગાવી શકો છો. આ શેર ઘણા ઓછા સમયમાં 20-25 ટકાનો ગ્રોથ કરી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ શેરનું પ્રદર્શન છેલ્લા 18 મહિનાના સમયગાળામાં ઘણો સારો રહ્યો છે. જૂન-જુલાઈ 2021થી અડાણી ગ્રુપના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અડાણી એન્ટપ્રાઈઝના શેરોમાં ઘણી ઝડપથી રિકવરી જોવા મળી છે.
અડાણી ગ્રીન અને અડાણી ટોટલ ગેસના શેરોમમાં પણ રિકવરી આવી છે. એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે રોકાણની દ્રષ્ટીએ અડાણી એન્ટરપ્રાઈઝીઝ જ સૌથી સારો ઓપ્શન દેખાઈ રહ્યો છે. જો કે, તેમાં 10થી 15 ટકાનું સ્વિંગની આશા દરેક સમયે રહેતી હોય છે. તે વાતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. તો કેટલાક બીજા એક્સપર્ટસનું કહેવું છે કે, અડાણી પોર્ટસ જ રોકાણકારો માટે સૌથી સારો છે. કેટલીક મુશ્કેલી તેમાં પણ છે અને જોખમ પણ. તેના જણાવ્યા પ્રમાણે અડાણી એંટરપ્રાઈઝનું પ્રદર્શન આજે ઘણું સારૂ રહ્યું છે. તે પોતાના અત્યારસુધીના રેકોર્ડબ્રેક ઉંચાઈ ઉપર પહોંચ્યો છે. પરંતુ અડાણી પોર્ટસ, અડાણી એન્ટરપ્રાઈઝની સ્પર્ધામાં તે આગળ આવશે.
તો બીજી તરફ સઉદી અરામકોની સાથે ડીલ તુટ્યા બાદ રિલાયન્સના શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. તેના ઉપર એક્સપર્ટસનું કહેવું છે કે રિલાયંસના શેર આજે મિડ સેશન સુધી સારૂ પ્રદર્શન કરી રહી હતી. પરંતુ છેલ્લા કલાકોમાં તેમાં ઘટાડો આવ્યો. આ પહેલા મંગળવારે બજારનું બંધ જોઈએ તો ગૌતમ અડાણીનું ગ્રુપ 88.8 બિલિયન ડોલર ઉપર હતું. જ્યારે રિલાયંસ 91 બિલિયન ડોલર ઉપર રહ્યું હતું. અડાણી ગ્રુપના શેરોમાં વધારો ખાસકરીને અડાણી પોર્ટસ અને અડાણી એંટરપ્રાઈઝમાં જોવા મળ્યો છે. ગૌતમ અડાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડીને હવે તે એશીયાના સૌથી ધનીક વ્યક્તિ બન્યાં છે.