મોરબી શહેર પેટા વિભાગ-02 હેઠળ વીજ લાઈનના જરૂરી મેઇન્ટેનન્સ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 13/06/2026, શનિવારના રોજ સવારે 07:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી નીચે દર્શાવેલ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે.
રેલવે ફીડર હેઠળના વિસ્તારો: શક્તિ કોમ્પ્લેક્ષ, એલ.ઈ. કોલેજ, કોલેજ ક્વાર્ટર્સ, હોસ્ટેલ વિસ્તાર, ફ્લોરા અક્ષર સિટી, ડી-માર્ટ વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર આસપાસનો વિસ્તાર, ન્યૂ પેલેસ ક્વાર્ટર્સ, શાંતિ ભુવન, સાર્થક વિદ્યાલય તેમજ આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

