સોમવારે મોડી રાત્રીના બારેક મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં રહેતા નવઘણભાઈ હરેશભાઈ અજાણા યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પમ્પ પાસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ પિંજારા સાથે બાઈક ચલાવવા મુદે બોલાચાલી થતા આરોપી મોહસીન ઉર્ફે ગજનીએ નવઘણભાઈને ગાળો આપી હતી જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપી મોહસીન ઉશ્કેરાઈ જઈ નવઘણભાઈને છાતીના ડાબા ભાગે છરી મારી દીધી હતી.
જેથી ગંભીર હાલતમાં યુવકને લમોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટયો હતો. ઘટના બાદ ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી . બનાવ અંગે મૃતકના કાકા મનુભાઈ પાંચાભાઈ અજાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં મોહસીન ઉર્ફે ગજની વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધી ગજનીને ઝડપી એ ડીવીઝન બી ડીવીઝન અને એલસીબી એસઓજીની અલગ અલગ ટીમ લેવા શોધખોળ હાથ ધરી હતી
દરમિયાન આરોપી મોહસીન ઉર્ફે પીંજારાને ઝડપી લીધો હતો તેનો કોવીડ ટેસ્ટ કરવાં તજવીજ હાથ ધરી હતી આરોપીની પુછપરછ કરતા બન્ને વચ્ચે બાઈક ચલાવવા તેમજ ગાળો ન આપવા મુદે માથાકૂટ થતા ઝઘડો કર્યો હતો જેથી તેની છરીના ઘા ઝીકી હત્યાં કરી હોવાનું જણાવ્યું હતું.
ઝડપાયેલ મોહસીન વિરુદ્ધ મારામારી તેમજ પેટ્રોલ ડિઝલ સહીત 8 ગુન્હા દાખલ થયા હોવાનું સામે આવ્યું છે.