HomeGujaratસુરત પોલીસની સફળતા!! ૧૮ વર્ષથી ગુમ થયેલા બાળકો, નાગરિકોને શોધવા ઝુંબેશ, એપ્રિલમાં...

સુરત પોલીસની સફળતા!! ૧૮ વર્ષથી ગુમ થયેલા બાળકો, નાગરિકોને શોધવા ઝુંબેશ, એપ્રિલમાં ૧૫૭ લોકોને શોધી કાઢ્યા

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા માનવતાવાદી અભિગમ સાથે એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ૧૮ વર્ષના સમયગાળા દરમિયાન સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા કે અપહરણ કરાયેલા બાળકો અને પુખ્ત વયના નાગરિકોને શોધી કાઢવામાં પોલીસ વિભાગને સફળતા મળી છે.અધિક પોલીસ કમિશનર ડૉ. કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર  ભાવેશ રોજીયાના સીધા માર્ગદર્શન હેઠળ, મહિલા સેલના મદદનીશ પોલીસ કમિશનર કે.એમ. જોસેફ તેમજ મિસિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલ અને તેમની ટીમે આ ગુમ થયેલા નાગરિકોને શોધવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કર્યા હતા.

જૂની ફાઈલો ખોલી, ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સમન્વય કર્યો

આ મિશન અંતર્ગત પોલીસે વર્ષો જૂના કેસોના કાગળો અને રજિસ્ટરોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીઓ અને સાક્ષીઓનો રૂબરૂ સંપર્ક સાધીને નવેસરથી નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને તેઓએ દર્શાવેલા સંભવિત સરનામે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

તપાસ દરમિયાન પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી હતી કે, ગુમ થયેલા અથવા અપહરણ કરાયેલા મોટાભાગના બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓ અન્ય રાજ્યો અથવા જિલ્લાઓમાં વસવાટ કરી રહ્યા છે. આ ભગીરથ કાર્યને અંજામ આપવા માટે સુરત શહેરના થાણા અધિકારીઓ, જે તે રાજ્ય અને જિલ્લાના સ્થાનિક પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ સ્થાનિક સભ્યોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ સાથે જ ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો)ના સચોટ નેટવર્કનો ઉપયોગ કરીને અલગ-અલગ ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં રવાના કરવામાં આવી હતી.

એપ્રિલ-૨૦૨૬ના માત્ર એક જ મહિનામાં ૧૫૭ પરિવારોમાં ખુશીની લહેર

સુરત પોલીસની રાત-દિવસની સખત મહેનત અને સચોટ પ્લાનિંગના પરિણામે માહે એપ્રિલ-૨૦૨૬ના માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં:

  • ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકીઓ: ૫૪

  • ગુમ થયેલા મહિલા/પુરુષો: ૧૦૩

  • કુલ સફળતા: ૧૫૭ વ્યક્તિઓ

ગુમ/અપહરણ નોંધાયાનું વર્ષ બાળકો (૦ થી ૧૮ વર્ષ) – છોકરાઓ બાળકો (૦ થી ૧૮ વર્ષ) – છોકરીઓ પુખ્ત વયના (૧૮+ વર્ષ) – પુરુષો પુખ્ત વયના (૧૮+ વર્ષ) – સ્ત્રીઓ કુલ પરત મેળવેલ સંખ્યા
૨૦૨૨
૨૦૨૪
૨૦૨૫ ૧૦ ૧૨ ૨૮
૨૦૨૬ (એપ્રિલ સુધી) ૨૨ ૨૩ ૨૮ ૪૧ ૧૧૪
અન્ય જિલ્લા/રાજ્યના કેસ
કુલ (Grand Total) ૨૭ ૨૭ ૫૦ ૫૩ ૧૫૭
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW