ભારતી એરટેલે તેના પ્રીપેઈડ ટેરીફ દરમાં 25 ટકાનો વધારો કર્યો છે. અંને આ વધારો આગામી 26 નવેમ્બરના રોજથી લાગુ પડશે આ પહેલા કંપનીએ જુલાઈમાં તેના પોસ્ટ પેઈડ પ્લાનમાં વધારો કર્યો હતો.હવે પછી એરટેલના પ્રિપેઈડ યુઝરે 28 દિવસ પ્લાનના રૂપિયા 79થી વધારો કરી રૂપિયા 99 ક્રિડ દેવાયો છે તો 149 રૂપિયાના અનલિમિટેડ કોલિંગ 100 SMSઅને 2 GB ડેટા પેકની કિમત 179 કરી દેવાઈ છે.
એરટેલે પ્લાન કેમ મોંઘા કર્યા?
ભારતી એરટેલે કહ્યું કે, એક સારા અને સ્વસ્થ બિઝનેસ મોડલ માટે દર વધારવા જરૂરી હતા. એવરેજ રેવન્યુ પર યુઝર(ARPU) 200 રૂપિયા હોવો જોઈએ અને પછી તે વધારીને 300 રૂપિયા સુધી પહોંચવો જોઈએ. જેથી કંપનીઓને ઈન્વેસ્ટ કરેલી રકમ પર યોગ્ય રિટર્ન મળી શકે
કંપનીના શેરમાં ઉછાળો આવ્યો
ભારતી એરટેલના શેરે આજના શરૂઆતના બિઝનેસમાં 5% ઉછાળા સાથે 52 અઠવાડિયાંના હાઈ સુધી પહોંચી ગયો. તે 749.15 રૂપિયા પર સ્થિર છે. કંપનીએ પ્રીપેડ કસ્ટમર્સના મોબાઈલ ટેરિફમાં પણ વધારો કર્યો છે. તેની અસર શેર પર જોવા મળી.
વોડાફોન, જીઓ પણ ભાવ વધારો કરી શકે છે
એરટેલ પ્રીપેઈડ પ્લાન આગામી 26 નવેમ્બરથી લાગુ કરવા જઈ રહી છે જોકે વોડાફોન અને જીઓ પણ આગામી દિવસમાં તેમના ટેરીફ પ્લાનમાં વધારો કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે કંપનીએ આ અંગે કોઈ જાહેરાત હાલ કરી નથી