ભારતીય રીઝર્વ બેંક આવતા વર્ષે પોતાની ડિજિટલ કરંસી લૉન્ચ કરી શકે છે. આ માટે સતત કામ થઈ રહ્યું છે. બેંક એક ચોક્કસ પ્લાન પણ બનાવી નાંખ્યો છે. અખબારી અહેવાલ અનુસાર ભારતીય સ્ટેટ બેંકના બેંકિગ એન્ડ ઈકોનોમિક્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય બેંકના એક વરિષ્ઠ અધિકારીને આ અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે. RBI બેંકના અધિકારી પી. વાસુદેવને એક અખબારને જણાવ્યું હતું કે, આવતા વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં પાયલોટ આધાર પર ડિજિટલ કરંસી બેંક જાહેર કરી શકે છે. પહેલા ત્રિમાસિક ગાળામાં આ સાહસ થશે.
બેંક આવતા વર્ષે ડિજિટલ કરંસી લૉન્ચ કરી શકે છે. આ ડિજિટલ અથવા વર્ચુઅલ કરંસી રહેશે. ભારતની મૂળ મુદ્રાનું ડિજિટલ રૂપ જોવા મળશે. જેને ડિજિટલ રૂપિયો પણ કહી શકાય. આ પહેલા RBI બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આવતા વર્ષે ડીસેમ્બર સુધીમાં CBDCS સોફ્ટલૉન્ચ કરે એવી સંભાવના છે. પણ આ માટે તેમણે કોઈ ટાઈમલાઈનની ચોખવટ કરી નથી. વાસુદેવને એવું કહ્યું કે, આ ડિજિટલ કરંસી લૉન્ચ કરવી એટલી સરળ નથી. એ સિવાય લોકોની રોજબરોજની જિંદગીનો એટલી ઝડપથી ભાગ બની શકે એમ પણ નથી. એટલે લૉન્ચિગમાં કોઈ પ્રકારની ઊતાવળ કરવામાં આવશે નહીં. લૉન્ચ કરતા પહેલા અનેક એવા મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી રહી છે.
આની ભૂમિકા શું રહેશે, કેવી રીતે લાગુ કરાશે, માન્યતા આપવા માટે શું પગલાં લેવાશે, વિતરણ કેવી રીતે થશે, રીટેઈલ સેક્ટરને કેવી રીતે જોડી શકાશે આ માટે હજું કોઈ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની બે સ્કીમની શરૂઆત કરી. રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઓમબડ્સમેન સ્કીમ શરૂ થવાથી રિટેલ રોકાણકારોને અનેક ફાયદા થશે.