ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા પૂર્ણ થવાને હજુ બે દિવસ બાકી છે ત્યાં ભવનાથ તળેટી વિસ્તાર ખાલી થઈ ગયો છે અને પરિક્રમા રૂટ પર ગણ્યા ગાઠ્યા લોકો જ જોવા મળી રહ્યા છે. અગાઉ માત્ર 400 લોકો માટે જ મંજુરી હતી પરંતુ યાત્રિકોએ પ્રવેશ ગેટ પર ધમાલ મચાવતા અંતે તંત્ર પ્રવેશ આપવા મજબુર બન્યું હતું.જોકે તંત્ર અગાઉથી રૂટની કોઈ તૈયારી ન કરી હોવાથી પરિક્રમાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
10 થી 12 લાખ લોકો ગીરનારની લીલી પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષે કોરોના કાળ ને કારણે પરિક્રમા ટલ્લે ચડી રહી છે. પરંતુ આ વર્ષે પરિક્રમાની છૂટ આપી પરંતુ વણલખ્યા મનઘડત નિયમોને કારણે પરિક્રમા કરવા આવતા યાત્રિકોની સંખ્યા ૨૦થી ૩૦ ટકા જ થઈ છે અને તે પણ યાત્રિકોએ પરિક્રમા રૂટ પર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાત અને અન્ય રાજ્યમાંથી પરિક્રમા કરવા આવતા યાત્રિકોને પરિક્રમા કરવા માટે 36 કિલોમીટરના જંગલના રસ્તાઓમાં 12 થી 15 કલાકનો જ સમય રહે છે. બે-ત્રણ ધાર્મિક સ્થાન સિવાય એક પણ જગ્યાએ અન્યક્ષેત્ર કે પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં નથી આવી તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા હતા કે તમામ પ્રકારની યાત્રિકોને સુવિધા મળે તે માટેનું આયોજન થયું છે. પરંતુ યાત્રિકોને ભારોભાર મુશ્કેલીનો સામનો કરી પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.
પાંચ દિવસ ચાલતી ગિરનારની લીલી પરિક્રમા ચાલું વર્ષે માત્ર ત્રણ દિવસ જ ચાલી ત્યાં પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે. ભવનાથ તળેટી વિસ્તારમાં ગણ્યાગાંઠ્યા યાત્રિકો જોવા મળે છે અને પરિક્રમા રૂટ પર પણ અમુક અમુક યાત્રિકો પરિક્રમા કરતા જોવા મળે છે આજ સુધીમાં માત્ર અંદાજે ત્રણ લાખ યાત્રિકોએ પરિક્રમા કરી હોવાનો અંદાજ છે પરિક્રમા કરવાની છૂટ મળી જેથી દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવાની આશા એ આવે તેમ હતા પરંતુ તંત્રના તખલખી નિર્ણયોના કારણે કેટલાય યાત્રિકોએ પરિક્રમા કરવાનું માંડી વાળવું પડ્યું અને કેટલાય યાત્રિકો પરિક્રમા કર્યા વગર ભવનાથ તળેટી વિસ્તારમાં થી પરત નીકળી ગયા જેથી હવે માત્ર એકાદ દિવસ પરિક્રમા ચાલે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે.
આમ ગિરનારની લીલી પરિક્રમાને તંત્રએ વિવાદાસ્પદ સાથે યાત્રિકો માટે મુશ્કેલીભરી બનાવી દીધી અને બહાર પાડવામાં આવેલા લેખીત નિયમો અલગ અને વણલખ્યા નિયમો અલગ તેવો ઘાટ સર્જી પરિક્રમા પર પાણી ફેરવી દીધું છે