મણીપુરના સિંગનગાટ વિસ્તારમાં આંતકીઓએ સેનાની ટુકડી ઉપર હૂમલો કર્યો છે. જેમાં 46 અસમ રાઈફલ્સના કર્નલ વિપ્લવ ત્રિપાઠી સહીત ચાર જવાન શહીદ થયા છે. હુમલામાં કર્નલની પત્ની અને તેના પુત્રનું પણ મોત નીપજ્યું છે. જાણકારી પ્રમાણે આ ઘટના ચુરાચંદપુર જિલ્લાના સિંહનગાટના સેહકેન ગામમાં સવારે 10.30 વવાગ્યે થઈ હતી. આ હુમલાની પાછળ મણીપુરના ચરમપંથી સંગઠન પીપલલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સેહકેન જિલ્લા મુખ્યાલય ચુરાચંદપુરથી લગભગ 65 કિલોમીટર દુર બેહિયાંગ વિસ્તારમાં એક સીમાવર્તી ગામ છે. સેનાએ આતંકીઓ ઉપર કાર્યવાહી માટે ઓપરેશન શરૂ કરી દીધું છે. જે સમયે અસમ રાઈફલ્સ યુનિટના કમાંડિંગ ઓફિસરના કાફલા ઉપર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કાફલામાં ત્વરીત પ્રક્રિયા દેવા માટે ટીમના સદસ્ય અને ઓફિસરના પરિવારજનો પણ સામેલ હતાં. મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આ વાતની પુષ્ટી કરી છે. આ હુમલામાં કમાંડેંટ અને જવાનો શહીદ થવાની સાથે તેના પરિવારના લોકોના પણ મોત નીપજ્યાં છે.

મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે ટ્વિટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેણે ટ્વિટમાં લખ્યું છે કે, 46 અસમ રાઈફલ્સના કાફલા ઉપર થયેલો કાયરતાપૂર્ણ હુમલાની હું નિંદા કરૂ છું. જેમાં આજે સીસીપુરમાં સીઓ અને તેના પરિવાર સહિત કેટલાક કર્મચારીઓના મોત નીપજ્યાં છે. રાજ્યદળ અને અર્ધસૈનિક દળ પહેલાથી જ ઉગ્રવાદીઓને પકડવાનું કામ કરી રહ્યાં છે. દોષિતોને કોર્ટના કઠઘરામાં ઉભા કરવામાં આવશે.
Strongly condemn the cowardly attack on a convoy of 46 AR which has reportedly killed few personnel including the CO & his family at CCpur today. The State forces & Para military are already on their job to track down the militants. The perpetrators will be brought to justice.
— N.Biren Singh (@NBirenSingh) November 13, 2021
આ હુમલા માટે પીપલ્સ લીબરેશન આર્મીને જવાબદાર માનવામાં આવી રહી છે. તેની સ્થાપના વર્ષ 1978માં થઈ હતી. બાદમાં ભારત સરકારે તેને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. આ સંગઠન મણીપુરમાં ભારતીય સુરક્ષાદળો ઉપપર છળકપટથી હુમલો કરવા માટે જાણવામાં આવે છે. તેની સ્થાપના બિશ્વેસર સિંહે કરી હતી. આતંકી સંગઠન પીએલએ સ્વતંત્ર મણીપુરની માંગ કરી રહ્યાં છે.