કોરોના વાયરસના કપરાકાળમાં ટેસ્ટ તથા દવાઓ પાછળ ખર્ચાયેલા રૂપિયાનો હિસાબ કરવામાં આવે તો રકમ કરોડોમાં જાય એમ છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદીઓએ ખાનગી પેથોલોજી લેબમાં રૂ.190 કરોડથી વધારેના કોવિડ ટેસ્ટ કરાવેલા છે. જેમાં RTPCR ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની ખાનગી લેબમાં રૂ.19 લાખથી વધારે જ્યારે સરકારી લેબમાં રૂ.7.5 લાખ કોવિડ ટેસ્ટ થયેલા હતા. એવું સરકારી રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.
શરૂઆતમાં ખાનગી લેબે RTPCRના રૂ.4500 લીધા હતા. પછી ચાર્જ ઘટતા ગયા. હાલમાં રૂ.300 વસુલ કરવામાં આવી રહ્યા છે. જો એક ટેસ્ટેનો સરેરાશ ચાર્જ રૂ.1000 ગણવામાં આવે તો કુલ કિંમત રૂ.190 કરોડ સુધી પહોંચે છે. રાજ્યની ખાનગી લેબમાં ટેસ્ટ માટે સામાન્ય વ્યક્તિએ રૂ.500થી વધારે ચૂકવેલા છે. જેની સરેરાશ કાઢવામાં આવે તો કરોડો રૂપિયાનું ફંડ થાય છે. ખાનગી લેબમાં થયેલા કુલ ટેસ્ટમાં સૌથી વધારે 33 ટકા માત્ર સુપ્રાટેક લેબમાં થયા હતા. શહેરની 28 ખાનગી લેબને કોવિડ ટેસ્ટ માટેની મંજૂરી મળી હતી. સરકારી લેબની તુલનાએ ત્રણ ગણા લોકોએ પ્રાયવેટ લેબના રીપોર્ટ પર ભરોસો વ્યક્ત કર્યો છે. જેના કારણે પ્રાયવેટમાં ટેસ્ટની સંખ્યા વધારે જોવા મળી છે. ખાસ તો પ્રવાસ હેતું RTPCR ટેસ્ટ ફરજિયાત હોવાથી ઘણા લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા. જેના કારણે ટેસ્ટની સંખ્યા એકાએક વધી ગઈ હતી. અમદાવાદ કોર્પોરેશને શહેરના જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટની સુવિધા ઊભી કરી જેના કારણે વધુને વધુ લોકોના ટેસ્ટ થયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસની સંખ્યા સિંગલ ડિજિટમાં આવી ગઈ છે.

છેલ્લા 15 દિવસમાં ચાર દિવસ સુધી કોઈ નવા કેસ સામે આવ્યા ન હતા. બે દર્દીઓ સાજા થઈ જતા જુદી જુદી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગ મુદ્દે અમદાવાદ મોખરે રહ્યું છે જ્યાં ખાનગી લેબમાં 19,18,740 ટેસ્ટ થયા છે. જેની સામે પ્રજાએ રૂ.190 કરોડ ચૂકવ્યા છે. સુરતમાં 4,89,554 ટેસ્ટ થયા છે. જેની સામે પ્રજાએ 48 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. વડોદરામાંથી 2,58,308 ટેસ્ટ થયા છે અને પ્રજાએ રૂ.25 કરોડ ચૂકવી દીધા છે.