Wednesday, March 26, 2025
HomeEntertainmentસુષ્મિતા સેનનો આવો ખતરનાક લુક અગાઉ કદી નહીં જોયો હોય, જુઓ વીડિયો

સુષ્મિતા સેનનો આવો ખતરનાક લુક અગાઉ કદી નહીં જોયો હોય, જુઓ વીડિયો

OTT પ્લેટફોર્મ અને વેબસીરિઝની દુનિયામાં સફળ થયેલી અભિનેત્રી સુષ્મિતા સેનનો વધુ એક લુક સામે આવ્યો છે. વેબ સીરિઝ ‘આર્યા’ની સફળતા બાદ આ જ નામથી બીજો ભાગો રીલિઝ થવાનો છે. જેનો એક નાનકડો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ પોસ્ટમાં તેણે પોતાના ખતરનાક અંદાજનું એલાન કર્યું છે. સુષ્મિતા સેને એક વીડિયો શેર કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સનું એવું કહેવુ છે કે, ‘આર્યા’ની સીઝન 2 આવી રહી છે. આ સીરિઝ પહેલા કરતા વધારે ખતરનાક રહેશે.

હકીકતમાં સુસ્મિતા સેને વેબસીરિઝ ‘આર્યા-2’નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતાની સાથે તેણે લખ્યું છે કે, ‘લૌટ આઈ હૈ શૈરની.’ આવનારા ટૂંક સમયમાં આ વેબ સીરિઝ ડીઝ્ની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. રામ માધવાણીએ આ વેબ સીરિઝનું ડાયરેક્શન કર્યું છે. ‘આર્યા’ની પહેલી સીઝન ખૂબ સફળ રહી છે. ફેન્સેને ખૂબ પસંદ પડી છે. આ સીરિઝમાં સુષ્મિતાના પાત્રને પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ બીજા ભાગમાં આર્યાની સ્ટોરી આગળ વધતી જોવા મળશે.

‘આર્યા’ની બીજી સીઝન અંગે ડાયરેક્ટર રામ માધવાણીએ કહ્યું કે, પહેલી સીઝન વખતે લોકોને જે પ્રેમ મળ્યો એ ખૂબ સુખદ અનુભવ રહ્યો છે. આ પ્રેમને ધ્યાને લઈને ખૂબ જ મહેનત સાથે બીજી સીરિઝ તૈયાર કરી છે. ઈન્ટરનેશનલ એમી એવોર્ડમાં બેસ્ટ ડ્રામા કેટેગરીમાં આ શૉનું નોમિનેશન થયું છે. જે અમારામાં એક નવા વિશ્વાસનું સિંચન કર્યું છે. ‘આર્યા’ સીરિઝના બીજા ભાગમાં પહેલી સીઝનની સ્ટોરી આગળ વધશે. જે રજૂ કરવા માટે હું ખૂબ ઉત્સાહી છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW