Wednesday, March 26, 2025
HomeNationalબેહોશ થયેલા વ્યક્તિને ખભે ઉપાડીને લઈ જતી પોલીસકર્મીને સલામ જુઓ વીડિયો

બેહોશ થયેલા વ્યક્તિને ખભે ઉપાડીને લઈ જતી પોલીસકર્મીને સલામ જુઓ વીડિયો

તામિલનાડુંના મહાનગર ચેન્નઈમાં સતત અને સખત રીતે પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક એવા નિરાધાર લોકો ફુડ પેકેટ ખાવા માટે મજબુત બન્યા છે. પુર આફતને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. કબ્રસ્તાનમાં એક વ્યક્તિ બેહોશ પડ્યો છે એવી જાણકારી મળતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ કર્મચારી રાજેશ્વરીએ બેહોશ વ્યક્તિને ખભા પર ઊંચકી વાહન સુધી પહોંચાડ્યો હતો.

પછી યુવાનને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસકર્મી રાજેશ્વરીનો આ ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ કામ માટે સૌ કોઈને સલામ કરી રહ્યા છે. કોઈની મદદની રાહ જોયા વગર જ રાજેશ્વરીએ બેભાન યુવાનને ખભા પર ઊંચકીને સારવાર માટે દોડી ગયા હતા. ઉઘાડા પગે એને વાહન સુધી પહોંચાડ્યો હતો. રાજેશ્વરી સતત વરસાદને કારણે બેહાલ થયેલા ચેન્નઈ શહેરના કેટલાક વિસ્તારમાં રીવ્યૂ માટે નીકળ્યા હતા. એ સમયે એક યુવાન કબ્રસ્તાનની બાજુમાં બેહોશ સ્થિતિમાં પડ્યો હતો. અંતે રિક્ષામાં યુવકને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યો હતો. આખરે યોગ્ય સમયે હોસ્પિટલ સુધી પહોંચી જતા યુવાનનો જીવ બચી ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,488FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW