અકસ્માત થતા એક જ સેકન્ડમાં આ એરબેગ ખુલી જશે. ટુ વ્હીલર્સ ચલાવતા લોકો માટે ખાસ પ્રકારનું જીન્સ તૈયાર
અત્યાર સુધી માત્ર ફોર વ્હીલમાં જ એરબેગ મળતી હતી. પણ ઓટો સેક્ટરમાં પણ મોટું અપગ્રેડેશન આવતા હવેથી ટુ વ્હીલર્સમાં પણ એરબેગની સુવિધા મળી રહેશે. આ માટે ઓટો કંપની પિયાજિયો Piaggio અને ઓટોમોટિવ સેફ્ટિ સિસ્ટમ આપનારી કંપની ઓટોલીવ Autolivએ એકબીજા સાથે હાથ મિલાવી લીધા છે. બંને કંપનીઓ ટુ વ્હીલર માટે એક એવી એરબેગ ટેકનોલોજી પર કામ કરી રહી છે જે એકસ્માત થયાના એક જ સેકન્ડમાં ખુલી જશે. જેથી વાહન ચાલવનારનો જીવ બચાવી શકાય.
ટુ વ્હીલર્સમાં એરબેગને લઈને જે રીપોર્ટ સામે આવ્યા છે એ પરથી કહી શકાય છે કે, ફ્રેમની ઉપર આ એરબેગ લગાવવામાં આવશે. અકસ્માત થતા એક જ સેકન્ડમાં આ એરબેગ ખુલી જશે. એટલે અકસ્માત વખતે જ્યારે રાઈડર વાહન પરથી પડશે તો એને પૂરતી સેફ્ટિ મળી રહેશે. ઓટોલીવ એડવાંસ સિમુલેશન ટુલની સાથે આ પ્રકારની ખાસ એરબેગ તૈયાર કરી ચૂકી છે. સ્કૂટર અને બાઈક પર એનો ક્રેશ ટેસ્ટ પણ થઈ ચૂક્યો છે. બંને કંપનીઓ આ એરબેગને રાઈડર્સ માટે વધુ સુરક્ષિત બનાવવા માગે છે. ઓટોલીવ કંપનીના CEOએ આ એરબેગ ટેકનોલોજી અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે,ફોરવ્હીલમાં એરબેગને કારણે અકસ્માત વખતે ઘણા લોકોના જીવ બચાવી શકાયા છે. પણ ટુ વ્હીલરમાં એવું થયું નથી.
ટુ વ્હીલમાં જ્યારે અકસ્માત થાય છે ત્યારે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વસ્તુને અટકાવવા માટે ટુ વ્હીલર્સમાં પણ આ ફીચર આપવાનું કામ શરૂ કર્યું છે. વર્ષ 2030 સુધીમાં આ એરબેગની મદદથી વર્ષમાં 1 લાખ લોકોનો જીવ બચાવવા માટેનું લક્ષ્યાંક રાખ્યું છે. ફ્રાંસના એન્જિનીયર મોસેસ શાહરિવારે પણ ટુ વ્હીલર્સ ચલાવતા લોકો માટે ખાસ પ્રકારનું જીન્સ તૈયાર કર્યું છે. તેમણે એક એવું સુપરસ્ટ્રોંગ જીન્સ બનાવ્યું છે જે એરબેગથી લેસ છે. રાઈડર આ જીન્સ પહેરીને બાઈક ચલાવી શકે છે.
જ્યારે તે પડવાની સ્થિતિમાં હશે ત્યારે એરબેગ કંપ્રેસ એરથી ભરાઈ જશે. તેથી પડવાથી શરીરને ઓછામાં ઓછા ઝટકા લાગશે. આ એરબેગને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી એનો બીજી વખત ઉપયોગ કરી શકાય. એરબેગ જીન્સ યુરોપિયન યુનિયનના હેલ્થ એન્ડ સેફ્ટિ સ્ટાન્ડર્ડથી પ્રમાણિત કરવા માટેની પ્રક્રિયા ચાલું છે.