દુનિયાભરના લોકોએ ઑક્ટોબરના ડેક્રોનિક્સ અને ઓરિયોનિડ્યસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા નવેમ્બરમાં ટોરિડસ ઉલ્કાવર્ષા નિહાળ્યા બાદ હવે બીજા તબક્કામાં વિશ્વના લોકો ગુરૂવારથી તા.20 નવેમ્બર સુધી લિઓનિડ્સ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો જોઈ શકાશે. વિજ્ઞાનપ્રેમીઓને આ અવકાશી ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો પણ જોવા મળશે. ભારત જન વિજ્ઞાન જાથા આ અંગે અવકાશી નજારો જોવા માટે અપલી કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ઉલ્કાવર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે. દર વર્ષે દુનિયાભરમાં નવેમ્બર મહિનામાં તા.13થી 20 દરમિયાન સિંહ રાશીની લિઓનિડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોવા મળે છે. દેશ વિદેશમાં કલાકની 15થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો અવકાશમાં જોવા મળશે. લિયોનીડ્સ ઉલ્કાવર્ષા મહત્તમ મંગળવારે બુધવાર તા. 16 અને 17 નવેમ્બરે અવકાશમાં જોવા મળશે. તા.24થી 27 નવેમ્બર દરમિયાન દેવયાની તારા મંડળમાં ઉલ્કાપાત થાય છે. નરી આંખે નિર્જન જગ્યાએ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે