કર્મચારી ભવિષ્ય નિધિના સભ્ય કર્મચારીના મોતના કેસમાં હવે કર્મચારીને મળતી રાહત ફંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જે ફંડ 4.20 લાખ રૂપિયા હતું એ રૂ.8 લાખ કરી દેવામાં આવ્યું છે. ઇપીએફઓ સેન્ટ્રલ બોર્ડ એ કર્મચારીઓ અને એમના પરિવારજનોને રાહત આપતો આ નિર્ણય કર્યો છે.
બોર્ડે એની એક્સ ગ્રેસિયા ડેથ રિલીફ ફંડની રકમ બમણી કરી છે. આ નિર્ણયથી કર્મચારીઓ ના પરિવારને મોટી રાહત મળી રહેશે. તાત્કાલિક ધોરણે આ આદેશને લાગુ કરવા માટે નિર્ણય લેવાયો છે. એડિશનલ સેન્ટ્રલ પીએફ કમિશનર ઉમાં મંડળે જણાવ્યું છે કે, જો કોઈ કર્મચારીની મોત કોવિડ વગર થાય એટલે કે કુદરતી રીતે મોત થાય છે તો એના પરિવારને મળતી રકમ બમણી કરી દેવામાં આવી છે. બોર્ડના દરેક કર્મચારી માટે આ રકમ એક સમાન છે. વેલ્ફર ફંડમાં આ રકમ જોગવાઈ કરવામાં આવી છે. જેથી પરિવારને પણ ફાયદો થશે.