ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં ટંકારા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.
ગત તા. 13/01/2026ના રોજ મોરબી જિલ્લા એસ.ઓ.જી. શાખાની ટીમે ટંકારા ખાતે હરીઓમ સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી આરોપી હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા (ઉ.વ. ૨૩), રહે. હરીઓમ સોસાયટી, રાજકોટ રોડ, ટંકારાના રહેણાંક મકાનમાંથી વેચાણ અર્થે રાખવામાં આવેલ નાર્કોટિક્સ માદક પદાર્થ, રોકડ રકમ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2,84,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન સહ આરોપી તરીકે બરકતભાઈ ઉર્ફે ઇરફાન હાજીખાન જેરડીયા, રહે. જેરડીયા વાસ, સાંચોર, જી. જાલોર (રાજસ્થાન) નું નામ ખુલ્યું હતું. આરોપી છેલ્લા ચારથી પાંચ મહિનાથી ફરાર હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
દરમિયાન આરોપી હાલ સાંચોર ખાતે હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સાંચોર ખાતે પહોંચી આરોપી બરકતભાઈ ઉર્ફે ઇરફાન હાજીખાન જેરડીયા (ઉ.વ. 33)ને ઝડપી પાડી જરૂરી પૂછપરછ બાદ ગુનામાં કાયદેસરની અટકાયત કરી હતી.
આ રીતે એન.ડી.પી.એસ.ના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં ટંકારા પોલીસને સફળતા મળી.

