પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ચન્નીની સ્પીચ દરમયાન હંગામો થયો છે. હંગામો એટલો બધો વધી ગયો કે નવજોતસિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ.
પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વિધાનસભામાં થયેલા હંગામાં ઉપર નવજોતસિંહ સિદ્ધુનું નિવેદન સામે આવ્યું છે કે, પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુએ કહ્યું કે વિપક્ષ ડરી ગયું છે. એ માટે જાણી જોઈને તે ઝપાઝપી કરી રહ્યું છે. ચન્ની સરકાર, પંજાબ કોંગ્રેસ અહીંયાના લોકો માટે કામ કરી રહી છે. જે પણ યોજનાઓ બનાવી તેની જાહેરાત આગામી પાંચ વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આવનારા બે-ત્રણ માસમાં ધ્યાનને રાખીને કરાઈ નથી.
Chief Minister Charanjit Singh Channi Ji while proposing the Punjab Energy Security, Termination of PPAs, and Redetermination of Power Tariff Bill, 2021 in Punjab Vidhan Sabha today. pic.twitter.com/mC5LmRq6RR
— Punjab Congress (@INCPunjab) November 11, 2021
સિદ્ધુએ આરોપ લગાવ્યો છે કે અકાલી દળ સરકારના કામોથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. સિદ્ધુએ રાજ્ય ઉપર જે બોજો છે તેના ઉપર ચિંતા દર્શાવી છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, જો સ્થિતિ નહીં સુધરે તો સિવિલ વોર એટલે કે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઉદ્દભવી શકે છે. સિદ્ધુએ કહ્યું છે કે, રાજ્યની જે આવક છે તેનો 24 ટકા ભાગ બોજાના વ્યાજ દેવામાં જઈ રહ્યો છે.
પંજાબના પ્રદેશ અધ્યક્ષે આગળ જણાવ્યું છે કે, પંજાબમાં કૃષિ વિવિધતા લાવવા માટે નીતિઓની અછત છે. તેણે કહ્યું કે, ખેડૂતોનો જીવ આપવો અને પ્રદર્શન કરવું આ બંને એ વાતની નિશાની છે કે કૃષિક્ષેત્ર સંકટમાં છે.
વિધાનસભાની કાર્યવાહી દરમયાન ચરણજીતસિંહ ચન્નીએ અકાલી દળ ઉપર હુમલો કર્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, શિરોમણી અકાલી દળ દરેક મુદ્દાને રાજનીતિનો રંગ આપી રહી છે. જે ઘણું દુર્ભાગ્યપુર્ણ છે. આ પહેલા પણ બુધવારે અકાલી દળના નેતાઓ અને ખેડૂતોની વચ્ચે ઝપાઝપપી થઈ હતી. આ ઝપાઝપીમાં સંયુક્ત કિસાન મોરચાએ લખીપુર હિંસાની તુલના કરી છે. આ ઝપાઝપી ફિરોઝપુરમાં થઈ હતી. જે બાદ ત્યાં તણાવની સ્થિતિ છે.