શહેરના 13000 ગાર્ડન અત્યારથી બુક, 10,000 હોટેલ્સ અને રિસોર્ટ માં 90 ટકા બુકિંગ
આ દિવાળીએ માર્કેટમાં રોનક જોવા મળી છે. મોટી રમકની લોકોએ ખરીદી કરી છે. ખાસ કરીને કપડા અને બ્યુટી પ્રોડક્ટમાં સારું એવું વેચાણ થયુ છે. વેપાર ધંધા નો આ ઉલ્લાસ દિવાળી બાદ પણ હવે યથાવત રહેશે. આવનારા એક મહિનામાં 25 લાખ જેટલા લગ્નનો અંદાજ છે.
જેનાથી માર્કેટમાં રૂ.3કરોડનું નાણું ઠલવાય એવી પૂરી આશા છે. આ લગ્ન સિઝનને વેપારીઓ એક મોટા બોનસ તરીકે જોઈ રહ્યા છે. તા14. નવેમ્બરથી દેવઊઠી અગિયારસ થી લગ્નની સીઝન શરૂ થઈ રહી છે. જે તા.13 ડિસેમ્બર સુધી ચાલશે. એ પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફરી લગ્ન સીઝન શરૂ થશે. ઓલ ઈન્ડિયા ડેકોરેટર્સ વેલફેર એસો.ના રાષ્ટ્રીય અધ્યક્ષ રવી જિંદાલ કહે છે કે. કોરોના ને લીધે ગત વર્ષ અનેક લગ્ન મુલતવી રહ્યા હતા. એટલે આ વખતે નવેમ્બર ડિસેમ્બર માં અનેક લગ્ન થશે. આ એક સીઝન થી આશરે 15 કરોડ જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળશે.

રાજસ્થાન માં અનેક જગ્યાઓ પર ડેસ્ટિનેશન વેડિંગ થાય છે. આ માટે નાના મોટા શહેરના 13000 ગાર્ડન અત્યારથી બુક થઈ ગયા છે. 10,000 હોટેલ્સ અને રિસોર્ટ માં 90 ટકા બુકિંગ છે. ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ ચેરમેન આશિષ પેઠે કહે છે કે, કોરોના કંટ્રોલમાં હોવાથી લોકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. વર્ષની 40 ટકા ખરીદી આ બે મહિનામાં થવાની છે. વર્લ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર સોનાની રીટેઈલ ખરીદીમાં સોનાની ભાગીદારી 60થી 65 ટકા હોય છે. અર્થતંત્રની ગાડી પાટા પર આવતા ભારતમાં જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની માગ વધીને 47 ટકાથી વધીને 139.1 ટન રહી છે. જે ગત વર્ષે 94.6 ટન સુધી હતી. લગ્નને કારણે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ક્વાર્ટરમાં માગ વધવાની પૂરી શક્યતા છે.