બોલિવૂડમાં ડાન્સર તરીકે જાણીતી મોડેલ અને આઈટમ ગર્લ નોરા ફતેહી અવારનવાર પોતાના લુક્સ તેમજ ડાન્સને લઈને ચર્ચામાં રહે છે. હવે તે પોતાના નવા સોંગને લઈને ચર્ચમાં છે. ‘દિલબર’ ગીતમાં પોતાનો મનમોહક મુવ્ઝ દેખાડનાર નોરા ફતેહી હવે ‘સત્યમેવ જયતે 2’ ના નવા ગીત ‘કુસુ કુસુ’માં અલગ મુવ્ઝ સાથે જોવા મળશે. થોડા દિવસ પહેલા તે પોતાના વ્હાઈટ ટોપના લુક્સને લઈને બી-ટાઉનના ન્યુઝમાં રહી હતી.
સિઝલિંગ મૂવ્સ તે ફરી આ ગીતમાં બતાવવા જઈ રહી છે. ટીઝર આ ગીતનું રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતથી ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’માં ગ્લેમર ઉમેરવા નોરાએ આકરી મહેનત કરી છે. આ નવા ગીતનું એક નાનું ટીઝર નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. જેને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતનું ટીઝર શેર કરવાની સાથે જ નોરાએ જાહેરાત કરી કે આ ગીત હવે રિલીઝ થશે. કુસુ કુસુ ગીતના આ ટીઝરની વાત કરીએ તો નોરા ફતેહી ફરી એકવાર તેના ગીતમાં બેલે ડાન્સ કરતી જોવા મળી શકે છે. નોરા ક્રીમ કલરના શિમરી ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. પોતાનો આકર્ષક અભિનય ફેલાવતી નોરાથી તેનાં ચાહકોની નજર દૂર કરવી મુશ્કેલ છે. આ ગીતના ટીઝર પહેલા, નોરા ફતેહીએ એક પોસ્ટર રીલિઝ કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે ‘સત્યમેવ જયતે’ની જેમ તે ‘સત્યમેવ જયતે 2’માં પણ સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળશે.
છેલ્લી વખત નોરા દિલબર ગર્લ બની હતી અને આ વખતે તે દિલરૂબા ગર્લ બની છે. આ ગીત પછી તેને દિલબર ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગીત પહેલા ફિલ્મના બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. જો ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. તેનું ટ્રેલર જોઈને ખબર પડે છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ ડબલ નહીં પરંતુ ત્રણ રોલમાં જોવા મળશે. અગાઉની ફિલ્મની જેમ આ ફિલ્મ પણ એક મહત્વનો મુદ્દો ઉઠાવે છે. પણ હજુ સુધી ટ્રેલર પરથી કોઈ સ્ટોરી એંગ્લ કે થીમ નક્કી થતી નથી. આ વખતે જોન અબ્રાહમ ફિલ્મમાં ભ્રષ્ટાચાર સામે લડતા જોવા મળશે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ડ્રામા અને ઈમોશન પણ જોવા મળશે. આ ફિલ્મ તા.25 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. મિલાપ ઝવેરીએ એનું ડાયરેક્શન કર્યું છે.