તા.17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માને ટીમની કમાન સોંપી છે. વિરાટ કોહલી એ કેપ્ટન પદ છોડવાની વાત નક્કી કર્યા બાદ રોહિત આમ પણ પહેલી પસંદ રહ્યો છે.
આ ટુર્નામેન્ટ માં. કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. એટલે આ ખેલાડીના સ્થાને IPL ટુર્નામેન્ટમાં રમી ચૂકેલા ખેલાડીને સ્થાન અપાયું છે.
રોહિત શર્મા છેલ્લા ઘણા વર્ષોથી વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યો છે. તે આઈપીએલમાં મુંબઈનો કેપ્ટન પણ છે. ટીમ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ ટ્રોફી અપાવી ચુક્યો છે. તો કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઇશાન કિશન, વેંકટેશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.