પાડોશી રાજ્ય રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર મોટો અકસ્માત થયો છે. જેમાં એક ખાનગી બસ ટેન્કરક સાથે ભટકાતા બસમાં એકાએક આગ લાગી ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે, આ ઘટનામાં 12 લોકોનું આગમાં બળી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટના બાદ બાડમેર જોધપુર હાઈવે પર લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટેન્કર સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી ગઈ હતી. આ બસમાં કુલ 25 લોકો બેઠા હોવાના વાવડ છે. તંત્રએ 10 વ્યક્તિઓને બચાવી લીધા છે.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બસમાં બેઠેલા એક પ્રવાસીએ કહ્યું કે, બસ 9.55 વાગ્યે બાલોતરાથી નીકળી હતી. આ દરમિયાન સામેથી રોંગ સાઈટમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી દીધી હતી. એ પછી બસમાં એકાએક આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, ગણતરીની મિનિટમાં જ બસ બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે 12 લોકો જીવતા ભૂંજાયા હોવાના વાવડ છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ અને તંત્રની ટીમ બચાવકાર્ય હેતું દોડી ગઈ હતી. ધારાસભ્ય મદન પ્રજાપત, પ્રભારી મંત્રી સુખરામ બિશ્નોઈ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાના વાવડ મળ્યા છે. રેસક્યુ ઑપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું.
મૃતદેહના બહાર કાઢવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટના પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બાડમેરમાં થયેલી બસ અને ટેન્કરની ઘટના અંગે જિલ્લા બાડમેર ક્લેક્ટર સાથે ફોન પર વાતચીત થઈ છે. રાહત તથા બચાવ કાર્ય સંબંધીત આદેશ આપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને ઝડપથી સારવાર મળે એ માટે પગલાં લેવામાં આવ્યા છે. બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હોવાની જાણ પ્રાથમિક તપાસમાંથી થઈ છે.
बाड़मेर में हुई बस-ट्रक दुर्घटना के संबंध में जिला कलेक्टर, बाड़मेर से फोन पर वार्ता कर राहत-बचाव कार्यों के संबंध में निर्देशित किया है। घायलों का बेहतर से बेहतर इलाज सुनिश्चित किया जाएगा।
— Ashok Gehlot (@ashokgehlot51) November 10, 2021