વિરાટ કોહલીએ ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. નામીબિયાની સામે ટી-20 વર્લ્ડ કપ 2021માં તેની કેપ્ટનશીપ હેઠળ તેનો 42મો અને છેલ્લો મેચ હતો જેમાં ભારતે 9 વિકેટે જીત મેળવી હતી. જો કે આ ટુર્નામેન્ટમાં ભારતનો સફર આ જીતની સાથે જ પૂર્ણ થયો છે. આ જીતની સાથે જ કોચ રવિ શાસ્ત્રીનો પણ ટીમ ઈન્ડિયાની સાથનો અંત થઈ ગયો છે. કોહલી અને શાસ્ત્રી ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા જ જાહેરાત કરી ચુક્યાં હતા કે ટી-20 વર્લ્ડ કપ 2021 પૂર્ણ થયા બાદ તે પોતાનું પદ છોડી દેશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તેની સાથે જ કોહલી અને શાસ્ત્રીની જોડી પણ ટુટી ગઈ છે. આ જોડીએ મળીને ભારતને ઘણી યાદગાર જીત અપાવી હતી. નામીબિયાની સામે કેએલ રાહુલે જેવો વિજયી ચોગ્ગો ફટકાર્યો કોચ અને કેપ્ટનની જોડી ઘણી ઈમોશનલ થઈ ગઈ હતી. તે જાણતા હતા કે તેણે આ બધું કર્યું છે, જેનાથી ભારતને સૌથી સફળ કેપ્ટન અને કોચની જોડીના રૂપમાં યાદ રાખવામાં આવશે.
ભારતના સેમિફાઈનલમાં પહોંચવાની કોઈ સંભવના નથી અને કોહલી અને શાસ્ત્રી બંને જાણતા હતા કે આ તેની સફરનો અંત છે. કોહલી અને શાસ્ત્રી આ પળે ઘણા ઈમોશનલ થઈ ગયા હતા. જે કેમેરામાં કેદ થયા હતા. કોહલીએ પણ શાસ્ત્રીને ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેને મેચ બાદ શાસ્ત્રીને જોરદાર રીતે ગળે લગાવ્યાં હતાં.

કોહલીએ મુખ્ય કોચ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણને ગળે ભેટીને ગુડબાય કહ્યું હતું. ભારતીય જર્સીમાં છેલ્લી વખત શાસ્ત્રીને ગળે ભેટતા કોહલીના ફોટા અને વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયા છે. આઈસીસીએ પોતાના ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.