Tuesday, November 5, 2024
HomeNationalભાવ વધારાથી ત્રસ્ત લોકો પેટ્રોલ-ડીઝલ લેવા બીજા રાજ્યમાં દોડ્યા

ભાવ વધારાથી ત્રસ્ત લોકો પેટ્રોલ-ડીઝલ લેવા બીજા રાજ્યમાં દોડ્યા

Advertisement

વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી ત્રાસી ગયેલ પ્રજાને રાહત આપવા દિવાળીથી કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી કર્યો હતો. આ સિવાય તેલ કંપનીઓએ દિવાળીના સમયથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો નથી.મગળવારે પણ ઓઈલ માર્કેટિંગ કંપની IOC, HPCLઅને BPCLવગેરેએ તેલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમ છતાં રાજસ્થાનમાં પેટ્રોલ ડિઝલના ભાવ રેકોર્ડ સ્તરે ઉચા છે.દેશનાં એક માત્ર શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આજે પણ આસમાને દેખાઇ રહ્યો છે.


સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બુધવારે ડીઝલની કિંમત 11 રૂપિયાથી 13 રૂપિયા જ્યારે પેટ્રોલની કિંમતમાં 7 રૂપિયાથી 8 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આમ છતાં રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ હજુ પણ અહીં 100 રૂપિયાથી વધુ છે. શ્રીગંગાનગરની સરખામણીમાં પંજાબમાં પેટ્રોલ અને ડીઝલનાં દરમાં ઘટાડા બાદ રાજસ્થાનનાં ખેડૂતો પંજાબનાં પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા બોર્ડર પર ઉમટી પડ્યા છે. અત્યારે રાજસ્થાન કરતાં પંજાબમાં ડીઝલ 20 રૂપિયા સસ્તું છે. આ જોઈને ખેડૂતો પંજાબથી ડ્રમ ભરીને ડીઝલ લઈ રહ્યા છે. જેના કારણે પંજાબને અડીને આવેલા રાજસ્થાનનાં શ્રીગંગાનગર જિલ્લાને અડીને આવેલા ગુમજાલ ગામમાં વાહનોની કતાર લાગી છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. વળી, ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે. વધુમાં જણાવી દઇએ કે, ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ ઘટીને 100 રૂપિયા પ્રતિ લીટરની નીચે આવી ગયા છે. પરંતુ રાજસ્થાનનાં જયપુરમાં પેટ્રોલ 111.10 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે મળે છે. બિહારમાં 105.90 પ્રતિ લીટર ઉપલબ્ધ છે.

દિવાળીનાં એક દિવસ પહેલા પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ કપાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે, ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ પણ કિંમતોમાં ઘટાડો કર્યો છે. જણાવી દઇએ કે, રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધુ 30.51 રૂપિયા પ્રતિ લીટર વેટ છે.

મહારાષ્ટ્ર (રૂ. 29.99), આંધ્રપ્રદેશ (રૂ. 29.02) અને મધ્યપ્રદેશ (રૂ. 26.87) છે. અંદામાન અને નિકોબારમાં સૌથી ઓછો વેટ રૂ. 4.93 પ્રતિ લીટર છે. એ જ રીતે, ડીઝલની મૂળ કિંમત ચેન્નાઈમાં 52.13 રૂપિયા પ્રતિ લિટરથી લદ્દાખમાં 59.57 રૂપિયા પ્રતિ લીટર છે. તેના ઉપર કેન્દ્ર સરકાર 21.80 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. આંધ્ર પ્રદેશમાં રૂ. 21.19 પ્રતિ લીટર વેટ લાગુ પડે છે. મહારાષ્ટ્રમાં 20.21 રૂપિયા પ્રતિ લીટર વેટ વસૂલવામાં આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછો વેટ 4.40 રૂપિયા પ્રતિ લીટર અને અંદામાન અને નિકોબારમાં 4.58 રૂપિયા છે. પેટ્રોલ પંપ ડીલરોને પેટ્રોલ પર 3.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 2.58 રૂપિયા પ્રતિ લીટર કમિશન આપવામાં આવે છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,234FollowersFollow
2,380SubscribersSubscribe

TRENDING NOW