HomeGujaratમોરબીના સામાકાંઠે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

મોરબીના સામાકાંઠે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

મોરબી સિટી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે મોરબીના સામાકાંઠે આવેલા ગેન્ડા સર્કલ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી.

પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મહમદભાઈ ફરહાનભાઈ પીલુડીયા (રહે. વીશીપરા, બીલાલી મસ્જિદ પાછળ), હસનભાઈ હનીફભાઈ કુરેશી (રહે. સિરામિક સીટી પાસે, લાલપર રોડ), અહેમદભાઈ દાઉદભાઈ હોકાવાડા (રહે. વીશીપરા, મદીના સોસાયટી), દક્ષકભાઈ રમેશભાઈ બાવરવા (રહે. સાત હનુમાન સોસાયટી, લીલાપર રોડ) તથા શાહરૂખભાઈ હનીફભાઈ ચાનીયા (રહે. સો-ઓરડી, વરિયા મંદિર પાછળ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 2,650ની રોકડ રકમ કબ્જે કરી હતી અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW