8 નવેમ્બર 2016ની મધરાતે કેન્દ્ર સરકારે 500 અને 1000 હજાર રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. તેના ત્રણ વર્ષ પહેલા પુણેના અર્થક્રાંતિ પ્રતિષ્ઠાન અનિક બોકીલે ભાજપના નેતાઓને નોટબંધીની પ્રપોઝલ આપી હતી. આ સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બોકીલને મોદી સાથે મુલાકાત માટે માત્ર 9 મીનીટનો જ સમય આપવામાં આવ્યો હતો. પરંતુ નોટબંધીનું પ્રપોઝલ જાણ્યા બાદ નરેન્દ્ર મોદીએ તેમાં રસ દાખવ્યો અને 2 કલાક સુધી ચર્ચા કરી હતી. નોટબંધીને આજે 5 વર્ષ પુર્ણ થયા છે ક્યારે નોટબંધના પ્રભાવો જાણીએ.
આ અંગે બોકીલે જણાવ્યું હતું કે, લગભગ સમગ્ર દૂનિયામાં આજે ડિજિટલ ઈકોનોમી વધારે છે. જેના કારણે ભારત આજે પ્રગતિ કરી રહ્યાં છે અને વર્તમાનમાં તેની સ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે. ભારતની પાસે ડિજિટલ ઈકોનોમી હોવાના કારણે વિદેશોમાંથી મોટા પ્રમાણમાં એફડીઆઈ આવી રહ્યું છે. તે સિવાય ભારતની પાસે અને કોઈ રસ્તો હતો નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કરન્સી નોટ ઓછી હોવાના કારણે ડિજિટલ ઈકોનોમીના આવવાથી લેણ-દેણમાં પારદર્શીતા વધશે. લોકોને ટ્રેક કરવા સરળ રહેશે. નોટબંધી બાદ દેશમાં સાહુકારી બંધ અને વ્યાજદરોમાં ઘટાડો આવ્યો છે. વ્હાઈટ મનીના વધારે સર્ક્યુલેશનમાં આવવાથી આજે ઘણા ઓછા દરો ઉપર બેંકમાંથી લોન મળી રહી છે. પહેલા કરેન્સી નોટના કારણે લેણ-દેણને ટ્રેક કરવું મુશ્કેલ હતું. માત્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો ડિજિટાઈઝેશનના કારણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગેરકાયદે સંપત્તિઓને કબ્જે કરવામાં આવી રહી છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું સાધન ચલણી નોટ છે. જે ડિજિટાઈઝેશન થવાથી તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને મને લાગે છે કે, તે પ્રયાસ ઘણો સફળ પણ રહ્યો છે.
વધુમાં બોકિલે જણાવ્યું હતું કે, નોટબંધી પહેલા 86 ટકા મોટીની નોટ ચલણમાં હતી. વર્તમાન સમયમાં માત્ર 18 ટકા એટલે કે 28 લાખ કરોડ રૂપિયાની બે હજારની નોટ ચલણમાં છે. મોટી નોટોનું ચલણ ઓછુ થયું છે અને તેનાથી બનાવટી ચલણી નોટો ઉપર અંકુશ લાગ્યો છે. વર્તમાનમાં 50-55 ટકા 500ની નોટો ચલણમાં છે. 200ની આશરે 14-15 ટકા નોટ છે. નોટબંધી બાદ તે સાબિત થયું કે મોટી નોટોની જરૂરત નથી. જેવી રીતે નાની નાની નોટોનું ચલણ વધશે બનાવટી ચલણી નોટો ઓછી થઈ જશે.

આ ઉપરાંત ટેરરિઝ્મ અને નક્સલવાદ ઉપર મોટી નકલ ડિજિટાઈઝેશનથી થઈ છે. પહેલા તેમાં ફંડીગ સરળતાથી થઈ જતું હતું પરંતુ હવે લગભગ સંપૂર્ણ રીતે બ્રેક લાગી ગઈ છે. કશ્મીરનો જે મુદ્દો છે તે એક દેશ દ્વારા સ્પોન્સર્ડ આતંકવાદ છે. તેને આપણે આતંદવાદ નહીં કહીને પ્રોક્સી વોક કહીએ તો વધારે સાચુ રહેશે. ડિજિટાઈઝેશન આવવાથી આતંકવાદ, નક્સલવાદ અને એક્સટોર્શન જેવી ઘટનાઓ ઓછી થઈ છે. એક્સટોર્શન કરવું હશે તો તમારે સેલ કંપનીના માધ્યમથી કરવું પડશે અને તે પણ ટ્રેકેબલ હોય છે અને ક્યારેક આ લોકો પણ પકડાઈ જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ડિજિટલ ઈકોનોમી એક્સપેંડ થઈ છે. કોવિડ-19ના 2 વર્ષ કાઢી નાંખીએ તો ભારત સતત તરક્કી કરી રહ્યું છે. વર્તમાનમાં જીડીપી ગ્રોથ કોવિડ-19 બાદ જેવી રીતે ભારતે પકડ્યો છે તેની પાછળ સૌખી મોટું કારણ ડિજિટાઈઝેશન જ છે. આપણા દેશમાં 80 ટકા ગરીબ લોકો છે જેને સરકાર ઘરમાં બેસીને ખાવાનું ખવડાવવામાં આવી રહ્યું છે. 100 કરોડ લોકોને વેક્સિનેશન સરકારે કર્યું છે. તેની પાછળ આપણી મજબુત અર્થવ્યવસ્થા જ મોટુ કારણ છે. ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા બે હજાર પહોંચી રહ્યાં છે. જો તેને રોકડમાં દેવા જઈએ તો 1 ટકા પણ તેના ખાતામાં પહોંચી શકત નહીં.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે અમારૂ 5 પોઈન્ટનું પ્રપોઝલ માન્યુ નહીં. કદાચ સરકાર ચૂંટણી પહેલા કરેલા વાયદાઓને નિભાવવા માંગતી હોય. અમે એક ટેક્સલેશ કેશ ઈકોનોમીની વાત કરી હતી. અમારૂ પ્રપોઝલ એક જીપીએમ સિગ્નલની જેમ હતું. અમે માત્ર સરકારને એક સાચો રસ્તો દેખાડ્યો હતો. જેવી રીતે જીપીએસ ખોટા રસ્તા ઉપર જતા પહેલા બીજો રસ્તો દેખાડે છે તેવી જ રીતે અમે કર્યું હતું. અમે પાંચ વર્ષ પહેલા જ નોટબંધીના ફાયદા અને નુકશાનના તમામ પોઈન્ટ પબ્લીક ડોમેનમાં રાખ્યાં હતાં. અમે ક્યારેય કહ્યું ન હતું કે, 500 અને 1000ની નોટ એક જ ઝાટકે કાઢી નાંખો. માત્ર 1000ના નોટને બહાર કાઢો તો 35 ટકાનો ગેપ આવી જાય છે. 500ના નવા નોટોનો સ્ટોક વધારો તો 2000ની નોટની ચલણમાં લાવી શકાઈ ન હોત.
મહારાષ્ટ્રના લાતુરમાં જન્મેલા 53 વર્ષિય બોકિલ અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનના ફાઉન્ડર છે. તે મૂળરૂપથી મેકેનિકલ એન્જીનિયર છે. બાદમાં તેણે અર્થતંત્રનું ભણ્યા અને પીએચડીની ડીગ્રી મેળવી હતી. એન્જીનિયરીંગની સાથે સાથે અનિલ મુંબઈમાં કેટલાક સમય સુધી ડિફેન્સ સર્વિસ સાથે જોડાયેલા રહ્યાં હતાં. પછી તેણે મેકેનિકલ એન્જીનિયરિંગમાં પોતાનું કંઈક કરવાનું વિચાર્યુ અને ઓરંગાબાદ પરત ફરીને ઈન્ડસ્ટ્રીયલ ટુલ્સ અને પાર્ટ્સની ફેક્ટરી લગાવી હતી. તે રેર પ્રકારના પાર્ટસ બનાવે છે. તે જે અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનને ચલાવે છે તે પુણેની ઈકોનોમીક એડવાઈઝરી સંસ્થા છે. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને એન્જીનિયરનો સમાવેશ થાય છે. અર્થક્રાંતિ પ્રપોઝલ સંસ્થાને પેટન્ટ કરાવામાં આવી છે.
બોકીલે વધુમાં જણાવ્યું હતું કે, એવી નથી કે રાહુલ ગાંધીએ માત્ર 2-3 સેકન્ડ આપ્યાં હતાં. પરંતુ તેની સાથે 3-4 મીનીટ સારી રીતે વાત થઈ. પથી તેને એક્સપર્ટનો નંબર આપ્યો હતો. તેણે ફાઈનાન્સ મિનિસ્ટર સાથે વાત કરીને સમગ્ર પ્લાન સમજાવ્યો હતો. તેમને પ્લાન પસંદ પણ હતો પરંતુ દરેક સરકાર અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતી હતી. તેના વિચારો અલગ રહેતા હતા. જ્યારે તેણે કેન્દ્ર સરકારને પોતાની રિસર્ચ બતાવ્યું તો તેને પણ પસંદ આવ્યું અને તુરંત તેના ઉપર કામ શરૂ કરી દીધું હતું.