નવેમ્બર મહિનાની શરૂઆત તહેવારોની સાથે થઈ છે. જેના કારણે હવે બીજા સપ્તાહમાં ઘણા પ્રદેશોમાં તહેવારો છે. તેવામાં તે રાજ્યોના મોટાભાગના વિભાગોમાં કામકાજ બંધ રહેશે. જો તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામ કરાવવા માટે બ્રાંચ ઉપર જવાના પ્લાન કરી રહ્યાં છો તો જાણી લો કે બેંક તે દિવસે ખુલ્લી છે કે બંધ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહિનાના શરૂઆત પહેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરી દીધી છે અને તે યાદી પ્રમાણે નવેમ્બરના બીજા સપ્તાહમાં 5 દિવસ સુધી બેંકોમાં કામકાજ બંધ રહેશે. પરંતુ આ રજાઓ સમગ્ર દેશમાં બેંકોની એક સાથે નહીં રહે. રાજ્યોમાં આવનારા તહેવારોને આધિન રજાઓ મળશે.
નવેમ્બરના બીજા સપ્તાહમાં 5 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. જો તમે તમારા જરૂરી કામકાજ પૂર્ણ કરવાનું વિચારી રહ્યાં હો તો જલ્દીથી તેને પૂર્ણ કરી દો નહીં તો પરેશાનીનો સામનો કરવો પડશે. નવેમ્બર સુધીમાં લગભગ કામ ફુલ એન્ડ ફાઈનલ થવા લાગે છે. કારણ કે ડિસેમ્બર છેલ્લો મહિનો હોય છે તે પહેલા તમામ વિભાગોની એક લીસ્ટ તૈયાર કરવાની હોય છે.
જો કે ઘણા વિભાગોના કામો નવેમ્બરના અંતસુધીમાં ફાઈનલ જરૂર કરી લે છે. જો તમારૂ આવું કોઈ કામ હોય તો નવેમ્બર મહીનામાં જ કરી લો અને બેંકમાં રજાની યાદી જોઈને જ તમારો પ્લાન બનાવો
આ દિવસોમાં બેંક રહેશે બંધ
10 નવેમ્બર – છઠ્ઠ પુજા તહેવાર ઉપર પટણા અને રાંચીમાં બેંકો બંધ રહેશે.
11 નવેમ્બર – આ દિવસે પણ છઠ્ઠ પુજાના કારણે પટનાની બેંકોમાં રજા રહેશે.
12 નવેમ્બર – વાંગલા મહોત્સવના તહેવાર ઉપર શિલાંગના તમામ બેંકોમાં કામકાજ બંધ રહેશે.
13 નવેમ્બર – નવેમ્બરનો બીજો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.
14 નવેમ્બર – દેશી તમામ બેંકોમાં રવિવારની રજા રહેશે.