કોઈ પણ પશુ ગમે એટલું પાળીતું કેમ ન હોય એનામાં રહેલી હિંસકવૃતિ ક્યારેય ભૂલાતી નથી. ખાસ કરીને કૂતરૂ ક્યારે કેવું વર્તન કરશે એની ખાસ કોઈને જાણકારી હોતી નથી. કૂતરાઓને ખૂબ જ પ્રેમાળ અને વફાદાર માનવામાં આવે છે. પણ અંતે તો એ જાનવર છે. એનો મુડ ક્યારે બદલી જાય એ નક્કી રહેતું નથી. પણ જ્યારે પણ મુડ બદલે ત્યારે એની કિંમત ચૂકવવી પડે છે. આવો જ એક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ કૂતરાને કિસ કરી હતી. જે પછી એને ભારે પડી હતી.
48 વર્ષની મારિયાના ઘરની બહાર કૂતરાએ એના પર હુમલો કર્યો હતો. એ કૂતરાને કિસ કરવા માટે નીચી વળી હતી. એ સમયે કૂતરાએ અચાનક હોઠ પર બચકુ ભરી લીધું હતું. બચકું એટલું તીવ્ર હતું કે, કૂતરાએ એના બે હોઠ કાપીને અલગ કરી દીધા. આ ઘટના બાદ મારીયા ખૂબ જ આઘાતમાં સરી પડી હતી. આ ઘટનાના ફોટા અમેરિકાના સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયા હતા. કૂતરાએ મારિયાનો આખો ફેસ બગાડી નાંખ્યો હતો. આ ઘટના બાદ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવી હતી. પ્લાસ્ટિક સર્જરી કરીને એનો ચહેરો સુધારવા માટે પ્રયત્નો શરૂ કરાયા છે. પણ પ્લાસ્ટિક સર્જરી કરાવા છતાં એનો ચહેરો સુધારી શકાયો નથી. જ્યારે આ ઘટના બની ત્યારે એની બહેની એની સાથે રહી હતી. મારિયાએ જણાવ્યું હતું કે, તે કૂતરાની જાતને ઓળખી શકી ન હતી. જેના કારણે આવું પરિણામ આવ્યું. મારીયાએ પોતાના ઈલાજ પાછળ અત્યાર સુધીમાં સાડા સાત લાખ રૂપિયા ખર્ચી નાંખ્યા છે. હવે તે ફેમિલી રેજિંગની મદદથી આગળ સારવાર માટે પૈસા ભેગા કરી રહી છે.