ભાઈબીજની સાથે આજે પાંચ દિવસીય પ્રકાશપર્વનું સમાપન થશે. આજના દિવસે બહેન પોતાના ભાઈને તિલક લગાવીને તેના દિર્ઘાયું અને સુખી જીવનની કામના કરે છે. આ દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં ભોજન કરે છે. આ તહેવાર રક્ષાબંધન જેવો જ હોય છે. માત્ર આજના દિવસે રાખડી બાંધવામાં આવતી નથી. પરંતુ બહેન માત્ર પોતાના ભાઈને તિલક કરે છે અને આરતી ઉતારે છે.
ભાઈબીજની દ્વિતિયા 5 નવેમ્બરની રાત્રીના 11 વાગે 14 મીનીટથી શરૂ થશે. આ તિથી 6 નવેમ્બરના સાંજે 7 વાગે 44 મીનીટ સુધી રહેશે. આ દિવસે ભાઈઓને તિલક લગાવવાનું શુભમુહૂર્ત બપોરે 1 વાગે 10 મીનીટથી લઈને સાંજે 3 વાગે 21 મીનીટ સુધી રહેશે. એટલે કે તિલક કરવાનો શુભ સમય 2 કલાક અને 11 મીનીટ સુધી રહેશે.
હિન્દુ કેલેન્ડર અનુસાર આજે શુક્લ પક્ષની દ્વિતિયા છે. આજે સુર્ય તુલા રાશીમાં અને ચંદ્રમાં વૃશ્ચિક રાશીમાં સંચરણ કરશે. આજનું નક્ષત્ર અનુરાધા છે અને પૂર્વ દિશાશૂલ છે. આજે રાહુકાળનો સમય 9.24 મીનીટથી 10.47 મીનીટ સુધીનો છે. એક કલાક 23 મીનીટ સુધી રાહુકાલનો સમય છે. આ સમયગાળા દરમયાન ભાઈઓને તિલક કરશો નહીં.
કેવી રીતે કરશો તિલક
સૌથી પહેલા બહેન ચોખાના લોટમાંથી એક ચોક તૈયાર કરે.
આ ચોક ઉપર ભાઈને બેસાડો અને તેના હાથોની પૂજા કરો.
તેના માટે ભાઈની હથેળીમાં તમારા ચોખાના મિશ્રણને લગાવો.
તે બાદ તેમાં સિંદુર લગાવીને કોળાના ફુલ, સોપારી, પૈસા વગેરે હાથ ઉપર રાખીને ધીમે ધીમે હાથ ઉપર પાણી છોડતા છોડતા મંત્ર બોલો.
કેટલીક જગ્યાઓ ઉફર આ દિવસે બહેન પોતાના ભાઈઓની આરતી ઉતારે છે અનેવ ફરી હથેળીમાં કાલવા બંધાવે છે.
ભાઈને મોં મીઠુ કરાવવા માટે ભાઈઓે મિશ્રી ખવડાવવી જોઈએ.
સાંજના સમયે બહેન યમરાજના નામના ચારમુખી દિવડા પ્રજવલીત કરીને ઘરની બહાર દિવડાનું મુખ દક્ષિણ દિશા તરફ કરીને રાખો.