હળવદ વિસ્તારમાં 16 વર્ષની સગીરાને લાલચ આપી અપહરણ કરવા અને તેની સાથે દુષ્કર્મ આચરવા તેમજ ધાક ધમકી આપવા અંગે ની વર્ષ 2023માં ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામના આદીલ રહીમભાઈ બાવનિયા તેમજ હળવદ વિસ્તારના જયેશ હરીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોધાઇ હતી આ ઘટનામાં જે તે સમયે પોલીસ અધિકારી ડી એમ ઢોલ અને તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બે આરોપીની ધરપકડ કરી કોર્ટના આદેશથી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસની તપાસ પૂર્ણ થતા પોલીસે ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં તેની સુનવણી ચાલી હતી જેમાં સરકારી વકીલ એન ડી કારિયા દ્વારા ફરીયાદી વતી કેસ લડી દલીલો અને કેસ સબંધિત પુરાવા રજુ કર્યા હતા
વકીલ એન ડી કારિયા દ્વારા આ કેસમાં એફ આઈ આર ની નકલ, એફ એસ એલ રીપોર્ટ, મેડીકલ રીપોર્ટ પંચનામાં પોલીસ અધિકારી દ્વારા તૈયાર કરાયેલ તપાસ રીપોર્ટ સહિતના 26 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા આ ઉપરાંત 19 જેટલા સાક્ષીઓને પણ તપાસવામાં આવ્યા હતા બચાવ પક્ષના વકીલ દ્વારા પણ કેસ લગત દલીલો અને પૂરાવા રજુ કર્યા હતા બન્ને પક્ષની દલીલ અને પુરાવાના આધારે સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ કમલ પંડ્યાએ તેનું જજમેન્ટ આપ્યું હતું જેમાં આરોપી આદીલ રહીમ બાવનીયા પર લાગેલા અલગ અલગ કલમ હેઠળના આરોપ સાબિત થતા વિવિધ કલમ હેઠળ 20 વર્ષની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો જયારે બીજા આરોપી જયેશ હરી રાઠોડ પર લાગેલા આરોપ સાબિત ન થતા કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.
આ ઉપરાંત ગુજરાત વળતર યોજના 2019 અંતર્ગત ભોગ બનનારને રૂ 4 લાખ વળતર પેટે તેમજ જો આરોપી દંડની રકમ ભરપાઈ કરે તો તે દંડની રકમ સહીત કુલ 4.25 લાખ ચૂકવવા પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ પણ કરાયો છે.

