HomeGujaratવાંકાનેર: રિક્ષામાં પેસેન્જર બેસાડવાની બાબતે ઝઘડો, ત્રણ શખ્સોએ રિક્ષાચાલક પર પાઇપ વડે...

વાંકાનેર: રિક્ષામાં પેસેન્જર બેસાડવાની બાબતે ઝઘડો, ત્રણ શખ્સોએ રિક્ષાચાલક પર પાઇપ વડે હુમલો કર્યો

વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દીપકભાઈ કાનાભાઈ ધેણોજાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી ફિરોઝ મુસા, અકબર મુસા અને સાહીલ મુસાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રિક્ષામાં પેસેન્જર બેસાડવાની બાબતે ફરિયાદી દીપકભાઈને ફિરોઝ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપી સર્જાઈ અને ગાળો આપવામાં આવી હતી. ત્યારબાદ અકબર અને સાહીલ લોખંડના પાઈપ સાથે આવી પહોંચ્યા હતા અને દીપકભાઈનો કોલર પકડી પાઈપ વડે હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW