ફટાકડા ફોડવાના કારણે દિવાળી અને નવા વર્ષના આ બે દિવસ દરમિયાન અમદાવાદમાં પણ પ્રદૂષણ વધી જાય છે. જુદા જુદા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક ઉપર જોવા મળ્યો હતો. આ વખતે છેલ્લા બે વર્ષની સરખામણીએ અમદાવાદમાં દિવાળીનો માહોલ પહેલાની જેમ જોવા મળ્યો છે ત્યારે લોકોએ દિવાળીની અગાઉના દિવસથી જ ફટાકડા વધુ ફોડ્યા છે. જેથી પ્રદૂષણ પણ એટલું જ અમદાવાદમાં આ બે દિવસમાં વધ્યું છે.

અમદાવાદમાં દિવસ દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ 228 આજે નોંધાયો હતો. નવરંગપુરામાં 306 પીરાણામાં 306, રખિયાલમાં 300 રાયખડમાં 208, ચાંદખેડામાં 208 બોપલમાં 225 સેટેલાઈટમાં સૌથી વધુ 311, એરપોર્ટ વિસ્તારમાં 183 ગિફ્ટ સિટીમાં 149 એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો હતો.