વિશ્વભરમાં જાહેરાતમાં સેલેબ્રીટી ઓ પાસે જાહેરાત કરાવવામાં આવી રહી છે અને તેના માટે પ્રોડક્ટ બનાવતી કંપનીઓ વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. જોકે આ ખર્ચ કરવામાં કંપનીઓ મોટા પાયે ફાયદો થઇ રહ્યો છે કારણ કે ભારતીયો તેમજ વિશ્વના અગ્રણી દેશો સેલેબ્રીટી દ્વારા કરવામાં આવતી જાહેરાતની પ્રોડક્ટ ખરીદી કરવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. પરંતુ તેની અસર વિકાસશીલ દેશોમાં વધુ જોવા મળી રહી છે. જાહેરાતમાં પ્રભાવશાળી હસ્તીઓથી પ્રભાવીત થઇને ખરીદી કરવામાં ભારત, બ્રાઝીલ અને ચીનના લોકો સૌથી આગળ છે.
જ્યારે બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સમાં લોકો જાહેરાતથી પ્રભાવીત થતા નથી. સ્ટેટિસ્ટાના સર્વે રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. બ્રાઝીલ, ચીન અને ભારતમાં જાહેરાતોમાં પ્રભાવશાળી હસ્તીઓને જોઇ ખરીદી કરવાવાળાની સંખ્યા વધુ છે. સ્ટેટિસ્ટાનાં સર્વેમાં બ્રાઝીલના 43 ટકા લોકો માનતા હતા કે તેઓ જાહેરાતમાં પ્રભાવશાળી વ્યક્તિથી પ્રભાવિત થયા પછી જ કોઇ ઉત્પાદન ખરીદે છે. જ્યારે એવું માનતા ચીનના લોકોની સંખ્યા લગભગ 34 ટકા છે.
જ્યારે 33 ટકા ભારતીયોએ કબુલ્યું કે તેઓ જાહેરાતમાં પ્રભાવશાળી હસ્તીને જોઇને જ પ્રોડક્ટ ખરીદવાનું વિચારે છે જ્યારે ઇટાલીમાં આ સંખ્યા 21 ટકા છે. જાહેરાતમાં પ્રભાવશાળી હસ્તીઓની અસરકારકતાને સમજવી એ પોતે જ એક રહસ્ય છે. જો કે ખૂબ જ સ્પષ્ટ છે કે જાહેરાતમાં પ્રભાવકનો ઉપયોગ કરવાથી તમને અમુક અંશે ફાયદો થઇ શકે છે. પરંતુ તેની વ્યાપક અસર વિશે કહેવું ઘણું મુશ્કેલ છે.