વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા ભારત-પાકિસ્તાન ઝીરો બોડર પર BSF ના જવાનો સાથે મીઠાઈ આપી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, આ કાર્ય સુરતના પિન્ટુલ કાકડીયા ભાઈ છેલ્લા 5 વર્ષ થી કરે છે અને ભારત દેશ ની તમામ ઝીરો બોડર પર દર વર્ષે દિવાળી ના પર્વે હજારો કિલ્લો મીઠાઈ જવાનો ને આપે છે.
મીઠાઈ આપવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે BSF ના જવાનો ને પરિવાર પ્રેમ મળે એકલું ના લાગે અને દેશના લોકો તેમની નજીક છે તેનો ખ્યાલ આવે આ કાર્ય માટે જ્યારે ક્રાંતિકારી સેના ને ગુજરાત ની કચ્છ પરની બધી સીમાની જવાબદારી આપી હતી. ઝીરો બોર્ડર પર જવાનો મોકો મળ્યો હતો. ક્રાંતિકારી સેના ને BSF શું છે. તે નજીક થી જાણવાનો પ્રયાસ કર્યો છે. સવારે પહેલા BSF Water Wing Bhuj – Nakki Nala બોડર ગયા હતા. ત્યાં ના જવાનો એ સ્વાગત કર્યું અને ખૂબ સરસ જમવાનું બનાવી આપ્યું હતું.
પણ ત્યાં ની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે BFS ને જે જરૂરી સુવિધા મળવી જોઈએ તે છે નહીં. પાણી પણ ત્યાં મળતું નથી તેના ઘણાં બધાં કારણો છે. પણ તેના લીધે જવાનો ને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તે માટે આપણે સાથે મળીને કૈંક કરવું જોઈશે. ત્યાર બધા ત્યાં થી Harami Nala બોડર પર ગયા અને ત્યાંની તમામ ચોંકી પર મીઠાઈ આપી ને ત્યાંના જવાનો સાથે વાત ચીત કરી મજા આવી ત્યાં સરસ સુવિધા છે.
દોસ્તો દેશની આર્મી એટલે બધા જવાનો સરખા હોય અને બધા ને સરખી સુવિધા મળે તેવું નથી BSF દેશ ની એવી શાખા છે કે જેને સૌથી વધુ મહેનત કરવી પડે છે અને સુવિધાઓ પણ ઓછી મળે છે ઝીરો બોડર પર કામ કરવું મુશ્કેલ છે જે આજે ત્યાં જઈને ખ્યાલ આવ્યો. જવાનો પોતાનો પરિવાર છોડી કઈ રીતે દેશની સેવા કરે છે તે જાણવું હોય તો એકવાર ઝીરો બોડર પર જવું જરૂરી છે…