HomeGujaratમાળિયાના નાના દહીંસરામાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી

માળિયાના નાના દહીંસરામાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી

માળિયાના નાના દહીંસરા ગામમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગામના રહેવાસી અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા ગજેન્દ્રભાઈ પ્રવિણભાઈ ભાડજાએ માળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અજાણ્યા શખ્સે મંદિરનો પ્રવેશ મેળવી માતાજીને અર્પણ કરાયેલા ચાંદીના 13 નાના-મોટા છત્તરોની ચોરી કરી લીધી હતી.

ચોરી થયેલા ચાંદીના છત્તરોની અંદાજિત કિંમત રૂ. 40 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં માળિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અજાણ્યા ચોરને ઝડપી પાડવા તેમજ ચોરી થયેલા મુદ્દામાલની શોધખોળ માટે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW