વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લાઓમાં ભાજપે પોતાની સ્થિતિ સુધારવા અને મજબુતી મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. એવામાં જૂનાગઢની માણાવદર પાલિકામાં દિવાળી ટાણે ભડકો થયો છે. માણાવદર ભાજપમાંથી પ્રમુખ, ઉપ પ્રમુખ પર આરોપ કરીને કુલ પાંચ નગરસેવકોએ રાજીનામા ધરી દેતા રાજકારણ એકાએક ગરમાયું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રીપોર્ટ અનુસાર વૉર્ડ નં.1ના જેંતીલાલ કાલરિયા, વૉર્ડ નં.2ના સરોજબેન કણસાગરા, વૉર્ડ નં.3ના પ્રશાંત વૈશ્વાની, વૉર્ડ નં. 4ના દિનેશ કાલરિયા, વૉર્ડ નં. 5ના કાજલબેન મારડિયાએ ભાજપના સભ્યપદેથી રાજીનામું મૂક્યું છે. એટલું નહીં આ પાંચેય વ્યક્તિના રાજીનામાની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ભાજપ સાથે છેડો ફાડનાર નગરસેવકોએ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પર આરોપ મૂક્યા છે કે, ગ્રાન્ટની બાબતમાં એમને કોઈ યોગ્ય માહિતી આપવામાં આવતી ન હતી. તેથી તેઓ રાજીનામું મૂકે છે. જ્યારે પણ આ વિષય પર માહિતી માગવામાં આવે તો પ્રમુખ અને ઉપપ્રમુખ હથિયાર સાથે ધમકાવતા હતા. કોરોના વાયરસના કાળમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાથી એમની સામે માહિતી માગવામાં આવી હતી. જ્યારે જનરલ બોર્ડમાં સ્ત્રી સભ્યોની ગરીમા જળવાતી ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે જ્યારે પાલિકા પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ બધુ પાયાવિહોણું ગણાવી દીધું છે. એમના પર લાગેલા તમામ આરોપને ફગાવતા કહ્યું હતું કે,થોડા દિવસ પહેલા વિકાસલક્ષી કામ હેતુ બોર્ડ મિટિંગનું આયોજન કરાયું હતું.
જેમાં કુલ પાંચ વ્યક્તિએ રાજીનામા આપી દીધઆ છે. રાજીનામું આપનાર પાંચેય વ્યક્તિએ વ્હીપનો અનાદર કર્યો હતો. હજુ સુધી અમને કે જિલ્લા પ્રમુખને કોઈ રાજીનામાની કોપી મળી નથી.