દિવાળી પછી જ લગ્નની સીઝન શરૂ થાય છે. આ માટે ઘણા યજમાન પરિવારમાં તૈયારીઓ દિવાળી બાદ એકાએક શરૂ થઈ જાય છે. પણ આ વખતે દિવાળી બાદ માત્ર 15 જ શુભ મૂહુર્ત છે. જેમને શિયાળાની ઋતુમાં લગ્ન કરવાના હોય છે. એ યુગલ સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની પસંદગી કરે છે. દિવાળીના શુભ મુહૂર્તને જોતા જ લોકો લગ્નની તૈયારીઓ શરૂ કરી દે છે. આ વખતે નૂતનવર્ષ બાદ 15 જ શુભ મૂહુર્ત છે.

આ વખતે લગ્ન માટે બહુ ઓછા દિવસો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વર્ષી સીઝનમાં તા.19 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી જ લગ્ન માટેના સારા મૂહુર્ત છે. જેમાં લગ્ન થઈ શકે છે. હિંદુઓમાં લગ્નની શરૂઆત દેવઉઠી એકાદશીથી થાય છે. સામાન્ય રીતે પરિવારજનો આ દિવસે સગાઈ અથવા અન્ય પ્રસંગોનું આયોજન કરે છે. 15 નવેમ્બરે દેવઉઠી એકાદશીથી જ શુભ કાર્યોની શરૂઆત કરી શકાશે. આ વખતે મૂહુર્ત મર્યાદિત હોવાથી મહાનગરમાં મેરેજ હોલ, વાડી, હોટેલ તથા જગ્યાઓ બુક થવા લાગી છે. બીજી તરફ ઑડર્સ માટેના બુકિંગ ચાલું થઈ રહ્યા છે. તા.15 નવેમ્બરે અને અંતિમ મુહૂર્ત 13 ડિસેમ્બરે છે. આગામી 2 મહિનામાં માત્ર 15 શુભ મુહૂર્ત છે. આગામી વર્ષે તા.15 જાન્યુઆરી 2022થી ફરી શુભ મુહૂર્ત શરૂ થશે.
લગ્ન માટેની તારીખ
વર્ષ 2021માં નવેમ્બર મહિનામાં તારીખ
19, 20, 21, 26, 28, 29 અને 30
ડિસેમ્બર મહિનામાં 8 શુભ મુહૂર્તની તારીખ
1, 2, 5, 6, 7, 11, 12 અને 13મી તારીખે