ચીનના બોર્ડર ડિફેંસ વિલેજના જવાબમાં ભારતે પણ હવે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર અરૂણાચલ પ્રદેશના ભાગોમાં ત્રણ મોડલ વિલેજ બનાવવા જઈ રહ્યું છે. આ મોડલ વિલેજમાં શાનદાર સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક સ્વાસ્થ્ય ઉપકેન્દ્ર અને એક મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પણ બનાવવામાં આવશે.અરૂણાચલપ્રદેશ સરકાર દ્વારા વિકસીત કરવામાં આવી રહેલા આ મોડલ ગામોમાં કંઈક એવી ડિઝાઈનથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે કે જેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળી શકે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કિબિથુ, કાહો અને મુસાઈમાં બનનારા આ મોડલ ગામોમાં મજબુત ડિઝીટલ અને ફોનની કનેક્ટીવીટી હશે. તેની સાથે અહીંયા કીવી, સંતરા અને અખરોટની ખેતીને પ્રોત્સાહન દેવા માટેની પણ તૈયારી કરવામાં આવી રહી છે. પર્યટનને આકર્ષિત કરવા માટે 1962માં ભારત-ચીન યુદ્ધ દરમયાન સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા બંકરોનો એડવેંચર માટે વિકાસ કરવામાં આવશે. મુખ્યરૂપમાં મેદાની વિસ્તારોમાં સીમાવર્તી આબાદીના વધતા પ્રવાસોને ઓછો કરવા માટે સરકાર દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી રહી છે. ચીની સંસદમાં વિતેલા શનિવારે એક કાયદો પારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સૈન્ય અને સ્થાનિક અધિકારી ભારત સહિત 14 દેશોની સાથે તૈયાર થયેલી દેશની 22,000 કિલોમીટર ભૂમિ વિસ્તારને કેવી રીતે સંરક્ષણ કરશે અને તેની રક્ષા કરશે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, વર્તમાનમાં કાહો અને મુસઈના પ્રાથમિક વિદ્યાલયોમાં ક્રમશ. ચાર અને 17 છાત્રો છે. જ્યારે કિબિથુની માધ્યમિક શાળામાં 25થી વધારે છાત્રો છે. અભ્યાસથી તે પણ જાણવા મળ્યું છે કે સ્થાનીક લોકો શિક્ષા ઉપર વધારે ખર્ચ કરે છે અને 90 ટકા બાળકો જિલ્લા અને રાજ્યની બહાર ભણવા માટે જાય છે. મોડલ ગ્રામ વિકાસના ભાગરૂપે કાહો અને મુસાઈ પ્રાથમિક વિદ્યાલયોને કિબિથુમાં એક સાથે વિલય કરવા અને તેને રોલ મોડલ, બહુમાળી ભવન ધરાવતી માધ્યમિક વિદ્યાલયની સાથે એક શૈક્ષિક કેન્દ્રના રૂપમાં વિકસીત કરવાની યોજના છે.
રોલ મોડલ સ્કુલમાં સ્માર્ટ ક્લાસરૂમ, વિદ્યાર્થીઓને રહેવા માટેના રૂમની સાથે છોકરા અને છોકરીઓ માટેના અલગ અલગ ભવનો, શિક્ષકો માટે ક્વાર્ટર, રમતનું મેદાન અને એક મોટો હોલ જેવી સુવિધા હશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંકી વાલોંગ, નામતી, કરોટટી, ડોંગ અને તીરપમાં કોઈ માધ્યમિક વિદ્યાલય નથી. એ માટે આ સ્કુલ આ જિલ્લાના બાળકોની શિક્ષાને પુરી કરી શકશે.
નેશનલ પીપલ્સ કોંગ્રેસના ડ્રાફ્ટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, તે કાયદો માત્ર જમીની સરહદો માટે છે. તેનો અર્થ એ થયો છે ભારત તેનાથી પ્રભાવિત થઈ શકે છે. કારણ કે બંને દેશોની વચ્ચે મુખ્ય વિવાદ જમીની સરહદને લઈને છે. આ જકારણે ભારતે તેના ઉપર આકરી પ્રતિક્રિયા આપી હતી. કાયદામાં તેમ પણ કહેવાયું છે કે, સીમા સુરક્ષા મજબુત કરવા, આર્થિક અને સામાજિક વિકાસમાં મદદ દેવા, સીમાવર્તી ક્ષેત્રોને ખોલવા, આવા વિસ્તારોમાં જનસેવા અને પાયાની સુવિધાને સારી બનાવવા, તેને પ્રોત્સાહન અપવા અને ત્યાંના લોકોના જીવન અને કાર્યમાં મદદ દદેવા માટે દેશ પગલુ ભરી શકે છે. કાયદો ચીનની ભૂમિ સીમાઓને સૈન્યરક્ષાની સાથે જોડે છે.
ભારત તરફથી કરવામાં આવેલી ચિંતાને લઈને ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સવાલ કર્યો હતો કે પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે અમને આશા છે કે સંબંધિત દેશ ચીનમાં કાયદા વિશેની અટકળો લગાવતા બચી શકે છે. આ કાયદામાં પોતાના પાડોશી દેશોની સાથે ચીનના સહયોગ અને ભૂમિ સીમા મુદ્દાનો અંત કરવા માટે સ્પષ્ટ શરત છે. આ ચીનની વર્તમાન સીમા સંબંધિત કાર્યાન્વયનને પ્રભાવિત નહીં કરે. સાથે જ આ કાયદો પાડોશી દેશોની સાથે અમારા સહયોગને વર્તમાન અભ્યાસને નહીં બદલે. જો કે ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, કાયદો સીમા મુદ્દા ઉપર ચીનની સ્થિતિને નહીં બદલે.