બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 26 દિવસની જેલ ભોગવ્યા બાદ અંતે જામીન પર મુક્ત થયો છે જોકે તેની આ મુકિત શાહરુખના ફેન્સને ભારે પડી છે. આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી મુક્ત થઈ ગયો છે. કોર્ટના ડૉક્યુમેન્ટ એક દિવસ બાદ પહોંચતા જામીનમાં મોડું થયું હતું. બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારે સાંજે આર્યન ખાનને જામીન આપ્યા હતા. જોકે, કોર્ટની પ્રક્રિયા અને જેલની પ્રક્રિયામાં સમય પસાર થયો હતો. શનિવારે સવારે આર્યન ખાનને જેલમાંથી મુક્તિ આપી દેવાઈ હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આર્યનના જામીન મંજુર થઇ ગયા બાદ બે દિવસથી આર્થર રોડ જેલની બહાર ફેન્સ મોટી સંખ્યા ભેગા થયા હતા.પોતાના સ્ટારના પુત્રના એક દર્શન કરવા લોકોને આ તમાશો જોવો મોંઘો પડ્યો હતો. આર્યન ખાનની મુક્તિ પહેલા આર્થર રોડની બહાર ઉમટી પડેલી ભીડમાં આશરે 10 વ્યક્તિઓના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી થઈ હતી. લાઈવ લૉ ઈન્ડિયા તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ કરાયું હતું કે, શુક્રવારે આર્થર રોડ જેલની બહારથી આશરે 10 ફોનની ચોરી થઈ છે. તા.2 ઑક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. આશરે 25 દિવસ સુધી જેલમાં રહ્યાા બાદ આર્યન ખાન પોતના ઘરે પહોંચ્યો હતો. આર્યન ખાન સાથે પકડાયેલા અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ બોમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા છે. NCBઆ એ ત્રણેય પર ડ્રગના ઉપયોગ અને ખરીદ વેચાણ અંગેનો કેસ નોંધ્યો હતો. આર્યન ખાન જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા. ફટાકડા ફોડીને વેલકમ કરવામાં આવ્યું હતું. આર્યન ખાનને જામની પર છુટવા માટે હાઇ કોર્ટે 14 શરતો નક્કી કરવામાં આવી છે. જેનું પાલન આર્યન ખાને કરવું પડશે.
વિશેષ NDPS કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત તે કોર્ટની મંજૂરી વગર કોઈ રીતે દેશ છોડી શકશે નહીં. પુરાવા સાથે ચેડા કરી શકશે નહીં. તેમજ કેસ સંબંધી કોઈ વ્યક્તિનો સંપર્ક પણ કરી શકશે નહીં. જામીનનો હુકમ સમયસર જેલમાં સમયસર પહોંચ્યો ન હતો. જેના કારણે તેની મુક્તિ મોકૂફ રાખવામાં આવી છે. આથી જેલમાંથી બહાર આવવામાં ખૂબ મોડું થયું હતું. જુહી ચાવલા સેશન્સ કોર્ટમાં પહોંચ્યા બાદ આર્યનના જામીન બોન્ડ પર સહી કરી હતી.