કેન્દ્ર સરકારે કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય વાણિજ્યીક પેસેન્જર ફ્લાઈટ ઉપર પ્રતિબંધના સમયમાં વધારો કર્યો છે. નાગરિક વિમાનન મહાનિદેશાલય (DGCA)ના જણાવ્યા પ્રમાણે ભારતથી અને ભારત તરફ આવનારી તમામ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ ઉપરનો પ્રતિબંધ 30 નવેમ્બર 2021 સુધી લંબાઈ દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્રતિબંધ દરમયાન જો કોઈ આંતરરાષ્ટ્રીય યાત્રીક ઉડાન ભરીને ભારતમાં ઉતરી નહીં શકે અને ભારતમાંથી કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે. જો કે વિશેષ પરવાનગીવાળી આંતરરાષ્ટ્રીય ઉડાનો પહેલાની જેમ જ સંચાલીત થતી રહેશે.
ડીજીસીએએ એક સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશંસ અને ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લાગુ નહીં પડે. તેમાં પણ ડીજીસીએ તરફથી પરવાનગી મળેલી ફ્લાઈટોને ઉડવા માટે કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ડીજીસીએએ જણાવ્યું છે કે, સંબંધિત ઓથોરિટી દ્વારા પસંદ કરાયેલ રૂટ પર સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મંજૂરી આપી શકાય છે.
ડીજીસીએએ 26 જૂનના રોજ સર્ક્યુલરમાં ફેરફાર કરીને નવો સર્ક્યુલર જાહેર કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે, નવો સર્ક્યુલર 30 નવેમ્બર, 2021ની રાત્રે 11.59 પ્રતિબંધાત્મક માનવામાં આવશે. વિતેલા મહિનામાં ડીજીસીએએ શેડ્યુલ્ડ ઈન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ ઉપર 31 ઓક્ટોબર 2021 સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેરના કારણે ભારત સરકારે 26 જૂન, 2020થી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ સમયાંતરે નવી ગાઈડલાઈન્સના માધ્યમથી પ્રતિબંધો વધારાઈ રહ્યાં છે. આ વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરાઈ છે.